Rohit Shetty Residence Firing:અજ્ઞાત લોકોએ રોહિતના ઘરની બહાર ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. હાલમાં રોહિતના ઘરની આસપાસ કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
રોહિત શેટ્ટી
ફિલ્મ ડિરેક્ટર રોહિત શેટ્ટીના ઘરની બહાર ગોળીબારની ઘટના (Rohit Shetty Residence Firing) સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગોળીબારની સૂચના મળતાં જ મુંબઈ પોલીસ અને ફોરેન્સિક ટીમો તાત્કાલિક ડિરેક્ટરના ઘર પાસે પહોંચી હતી. અજ્ઞાત લોકોએ રોહિતના ઘરની બહાર ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. હાલમાં રોહિતના ઘરની આસપાસ કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રોહિત શેટ્ટીના નજીકના મિત્રએ જણાવ્યું હતું કે એક અજાણ્યા વ્યક્તિએ ઘરની બહાર ગોળીબાર કર્યો હતો અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
રોહિત ઘરમાં હતો કે નહીં તે બાબતે પણ હજી સુધી માહિતી મળી નથી
ADVERTISEMENT
ફિલ્મ ડિરેક્ટર રોહિત શેટ્ટીના ઘરની બહાર અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળીબાર કરાતા પોલીસતંત્ર અલર્ટ થઈ ગયું છે. રોહિતનું ઘર જુહુમાં આવેલું છે. હાલ તો તેના ઘરની આસપાસ ભારે પોલીસસુરક્ષા ગોઠવવામાં આવી છે. હાલમાં પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને ગોળીબાર કરનારાઓની શોધખોળ ચાલી રહી છે. શા માટે આ ગોળીબાર કરાયો તે અંગે કોઈ માહિતી મળી શકી નથી. ઉપરાંત આ ઘટના (Rohit Shetty Residence Firing) બની ત્યારે રોહિત ઘરમાં હતો કે નહીં તે બાબતે પણ હજી સુધી માહિતી મળી નથી.
રોહિતના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, "મુંબઈના જુહૂના પશ્ચિમી ઉપનગરોમાં ફિલ્મ ડિરેક્ટર રોહિત શેટ્ટીના ઘરની બહાર અજાણ્યા લોકોએ ગોળીબાર (Rohit Shetty Residence Firing) કર્યો. આ ઘટના વહેલી સવારે બની હતી. ત્યારબાદ ઈમારતની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી હતી. આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને હુમલાખોરોને ઓળખવા માટે તમામ સંભવિત પાસાંની તપાસ કરવામાં આવી રહી છે. હુમલાનો હેતુ હજુ જાણી શકાયો નથી.”
પ્રારંભિક રિપોર્ટ્સ અનુસાર અજાણ્યા વ્યક્તિઓ બિલ્ડિંગ પર ચાર રાઉન્ડ ફાયરિંગ કરીને (Rohit Shetty Residence Firing) નાસી છૂટયા હતા. જોકે, આ સમગ્ર બીનામાં કોઈને ઈજા થયાના કોઈ અહેવાલ નથી.
રોહિત શેટ્ટી જાણીતો ફિલ્મ ડિરેક્ટર અને પ્રોડ્યુસર છે જે ખાસ કરીને હિન્દી સિનેમા સાથે જોડાયેલો છે. તેણે અનેક એક્શન, કોમેડી અને મોટા સ્ટંટથી ભરપૂર એન્ટરટેનથી ભરેલી ફિલ્મો બનાવી છે. ગોલમાલ કોમેડી સીરિઝડિરેક્ટ કર્યા પછી તે વધારે પોપ્યુલર બન્યો. બાદમાં તેમણે સિંઘમ, સિમ્બા, સૂર્યવંશી, ચેન્નાઈ એક્સપ્રેસ અને દિલવાલે જેવી ઘણી મોટી એક્શન હિટ ફિલ્મો પણ આપી. રોહિતની ફિલ્મોમાં નવી જ વાર્તાઓ હોય છે. વળી એક્શન દૃશ્યો, ફ્લાઈંગ કાર તો તેના જબરદસ્ત પ્રદર્શન માટે જાણીતી છે. સતત બોક્સ ઓફિસ પરની સફળતાને કારણે રોહિતને બોલિવૂડનો સૌથી સફળ ડિરેક્ટર પણ માનવામાં આવે છે. રિપબ્લિક ડેની પરેડમાં રોહિત શેટ્ટી મુંબઈ પોલીસ સાથે જોવા મળ્યો હતો. તે હાલમાં મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર રાકેશ મારિયાની બાયોપિક પર કામ કરી રહ્યો છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર રોહિત શેટ્ટી ફેબ્રુઆરીમાં અજય દેવગનની આગામી ફિલ્મ `ગોલમાલ’નું શૂટિંગ પણ કરવાનો છે.


