Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

Published : 01 February, 2026 06:47 AM | IST | Mumbai
Aparna Bose | aparna.bose@mid-day.com

ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય

પ્રતીકાત્મક તસવીર

અઠવાડિક રાશિ ભવિષ્ય

પ્રતીકાત્મક તસવીર


જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ છે
તમારાં વ્યક્તિગત તેમ જ વ્યાવસાયિક લક્ષ્યો પર કામ કરવા માટે ધ્યાન અને શિસ્તની જરૂર પડશે. મૂળભૂત બાબતોથી શરૂઆત કરો અને તમે સંભાળી શકો એના કરતાં વધુ જવાબદારી લેશો નહીં. તમારી પસંદગી અન્ય લોકોને અસર કરે એવું હોય તો કોઈ પણ મહત્ત્વપૂર્ણ નિર્ણયો કાળજીપૂર્વક લો. સિંગલ લોકોએ આવેગજન્ય પસંદગી કરવાનું ટાળવું જોઈએ જે અનિવાર્યપણે સફળ ન પણ થાય.

ઍક્વેરિયન્સનાં સ્પાઉસ
ઍક્વેરિયન્સ જાતકો માટે બૌદ્ધિક સુસંગતતા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને તેમણે માનસિક રીતે ઊંડા સ્તરે તેમના જીવનસાથી સાથે જોડાવા સક્ષમ બનવાની જરૂર છે. તેમના માટે સ્વતંત્રતા અને ફ્રીડમ જરૂરી છે અને તેઓ કોઈ પણ રીતે પ્રતિબંધિત અનુભવવાનું પસંદ કરતા નથી. તેથી તેમને એવા જીવનસાથીની જરૂર છે જે તેમની સ્વતંત્રતાને ટેકો આપે. આ જાતકો માટે એ મહત્ત્વપૂર્ણ છે કે તેમનો જીવનસાથી તેમના પર વિશ્વાસ કરે.



એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ


ધ્યાનથી કામ કરો અને વ્યવસ્થિત રીતે તમારા લક્ષ્ય તરફ આગળ વધો. ભૂતકાળને છોડી દો અને આશાવાદ સાથે આગળ વધો.
હેલ્થ ટિપ : જે લોકો લાઇફસ્ટાઇલમાં ફેરફાર કરવા માગે છે તેમણે શિસ્તબદ્ધ રહેવાની જરૂર છે. કાળજી નહીં લો તો જૂની બીમારી વધુ ખરાબ થઈ શકે છે.

ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે


કોઈ પણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતાં પહેલાં જરૂરી બધી માહિતી મેળવો. આ સમય એવા સિંગલ લોકો માટે સારો છે જેઓ અરેન્જ્ડ મૅરેજ માટે તૈયાર છે.
હેલ્થ ટિપ : જો તમે કાળજી નહીં લો તો પેટ અથવા પાચન સંબંધી કોઈ પણ સમસ્યા વધુ તકલીફ આપી શકે છે. સર્જરી કરાવવાની જરૂર હોય તો સેકન્ડ ઓપિનિયન લો.

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન

જો તમે વાસ્તવિક નિર્ણય લેવા તૈયાર હો તો કોઈ પણ સ્પર્ધાત્મક પરિસ્થિતિનો ઉકેલ આવી શકે છે. તમારે શું કરવાની જરૂર છે એના પર ધ્યાન કેન્દ્રિત કરો અને પોતાને વિચલિત ન થવા દો.
હેલ્થ ટિપ : જો તમારે વધારે બોલવાનું હોય તો તમારા ગળાનું ધ્યાન રાખો. લાંબા ગાળાની સ્વાસ્થ્ય-સમસ્યા ધરાવતા સિનિયરોએ પોતાની વધારે કાળજી લેવાની જરૂર છે.

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

કોઈ વિચારમાં સંભાવના હોય છે અને જ્યાં સુધી તમે એને અમલમાં મૂકવા માટે તૈયાર ન થાઓ ત્યાં સુધી તમારે એના વિશે વાત ન કરવી જોઈએ. રોકાણ અને નાણાકીય બાબતોમાં વ્યવહારુ બનો.
હેલ્થ ટિપ : લાઇફસ્ટાઇલમાં કોઈ પણ ફેરફાર કરવાને બદલે નાની આદતો બદલો. કસરત કરતી વખતે સાવચેત રહો, કારણ કે તમે પોતાને નુકસાન પહોંચાડી શકો છો.

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

જો તમને પડકારોનો સામનો કરવો પડે તો હાર ન માનો અને તમારાં લક્ષ્યો સુધી પહોંચવા માટે તમારી ઇચ્છાશક્તિ અને દૃઢ નિશ્ચયનો ઉપયોગ કરો. બૉસ અને વરિષ્ઠ લોકો સાથે સમજદારીપૂર્વક વ્યવહાર કરો.
હેલ્થ ટિપ : જો તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છો તો બેદરકારીપૂર્વકનું ખાવાનું ટાળો. સંવેદનશીલ શ્વસનતંત્ર ધરાવતા લોકોએ પોતાની વધુ કાળજી લેવાની જરૂર છે.

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

જો તમારી પાસે ઘણું કામ હોય અને પૂરતો સમય ન હોય તો શક્ય એટલું વધુ લોકોને કામ સોંપો. કાર્યમાં ભાગીદારી માટે આ એક સકારાત્મક સમય છે.
હેલ્થ ટિપ : જ્યાં સુધી તમે તમારા ડૉક્ટર પાસે તપાસ ન કરી હોય ત્યાં સુધી તમે ઑનલાઇન જે કંઈ જુઓ છો એનો પ્રયોગ કરવાનું ટાળો. જો તમને માથાનો દુખાવો થવાની સંભાવના હોય તો ઇલેક્ટ્રૉનિક ઉપકરણોનો પ્રયોગ ટાળો.

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

તમે જે પરિસ્થિતિમાં હો એની સાથે કામ કરો અને તમારી પાસે રહેલી તકનો શ્રેષ્ઠ ઉપયોગ કરો. તમે જે જાણો છો એના કરતાં ઘણું વધારે કરવા સક્ષમ છો.
હેલ્થ ટિપ : જો તમે લાઇફસ્ટાઇલમાં કોઈ ફેરફાર કરવા માગતા હો તો ટકાઉ ટેવો બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરો. જો તમે ખૂબ વારંવાર ખાતા હો તો નાસ્તો કરવાનું ટાળો.

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

તમારે જે કરવાની જરૂર છે એ કરો અને જ્યાં સુધી તમે તમારાં લક્ષ્યો સુધી ન પહોંચો ત્યાં સુધી હાર ન માનો. કંઈક નવું શીખવા માટે સમય કાઢો અથવા કોઈ કૌશલ્યને આગલા સ્તરે લઈ જાઓ.
હેલ્થ ટિપ : કોઈ પણ વૈકલ્પિક દવા અથવા ઉપચાર અજમાવતાં પહેલાં તમે ખુદ રિસર્ચ કરો. જો તમે કડક આહાર પર જવા માગતા હો તો શિસ્તબદ્ધ અભિગમની જરૂર પડશે.

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

આવેગજન્ય નિર્ણય લીધા વિના કોઈ પણ ઝડપી પરિસ્થિતિનો શ્રેષ્ઠ ઉપયોગ કરો. દેખાવ કરતાં ખરેખર શું મહત્ત્વનું છે એના પર ધ્યાન આપો.
હેલ્થ ટિપ : જો તમે ખૂબ જ તીવ્ર કસરત કરી રહ્યા છો અથવા નવી કસરત કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તો વધુ પડતી તાલીમ લેવાનું ટાળો. તમે રૂટીન ચેક-અપ કરાવો.

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

બીજાનો અભિપ્રાય સ્વીકારો અને અન્ય લોકોના અનુભવમાંથી શીખવા માટે તૈયાર રહો. રિલેશનશિપ વિશે કોઈ પણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતાં પહેલાં ખૂબ કાળજીપૂર્વક વિચારો.
હેલ્થ ટિપ : કસરત કરતી વખતે અથવા ભારે વસ્તુ ઉપાડતી વખતે ખૂબ કાળજી રાખો, કારણ કે તમને પીઠમાં દુખાવો થઈ શકે છે. સિનિયરોએ પોતાની વધારે કાળજી લેવાની જરૂર છે.

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

જો શક્ય હોય તો અવરોધિત પરિસ્થિતિમાંથી આગળ વધો અને કંઈક વધુ અર્થપૂર્ણ તરફ આગળ વધો. સિંગલ લોકોએ જટિલ પરિસ્થિતિમાં પડવાનું ટાળવું જોઈએ.
હેલ્થ ટિપ : જો તમે તમારી જાતની સંભાળ નહીં રાખો તો કોઈ પણ લાંબા ગાળાની સ્વાસ્થ્ય-સમસ્યા વધુ ખરાબ થઈ શકે છે. હેલ્ધી સપ્લિમેન્ટ્સ સહિત કોઈ પણ દવા જાતે લેવાનું ટાળો.

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચsc

કોઈ પણ પરિવર્તનને સ્વીકારો અને જીવનને નવા દૃષ્ટિકોણથી જુઓ. કોઈ પણ પડકારોને તમારી જાતને આગલા સ્તર પર લઈ જવાની તક તરીકે જુઓ.
હેલ્થ ટિપ : જો તમે લાંબા સમયથી હેલ્થ ચેક-અપ ન કરાવ્યું હોય તો નિયમિત આરોગ્યની તપાસ કરાવો. કોઈ પણ સમસ્યા વધુ ખરાબ થાય એ પહેલાં એનું ધ્યાન રાખો.

Whatsapp-channel Whatsapp-channel

01 February, 2026 06:47 AM IST | Mumbai | Aparna Bose

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK