લંડનના લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભારત-ઇંગ્લૅન્ડ મેચ દરમિયાન અર્જુન કપૂર સાથે જોવા મળ્યા બાદ સાહિબા બાલી અને અર્જુનના ડેટિંગની ચર્ચાઓ શરૂ થઈ હતી. હવે સાહિબાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ અફવાઓને નકારી કાઢી છે.
અર્જુન કપૂર અને સાહિબા બાલી
ચર્ચા વધી ગઈ એટલે સાહિબા બાલીએ સોશ્યલ મીડિયા મારફત આ અફવાઓને ફગાવી દીધી છે
લંડનના ઐતિહાસિક લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી વન-ડે મૅચ દરમ્યાન કન્ટેન્ટ ક્રીએટર-ઍક્ટ્રેસ સાહિબા બાલી અને અર્જુન કપૂર સાથે જોવા મળ્યા બાદ બન્નેના ડેટિંગની અફવાઓએ જોર પકડ્યું હતું. રવિવારે રમાયેલી આ મૅચમાં બન્ને બ્લુ રંગના મૅચિંગ આઉટફિટમાં જોવા મળ્યાં હતાં. તેમની તસવીરો અને વિડિયો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાઇરલ થતાં તેમના સંબંધોને લઈને અટકળો શરૂ થઈ હતી.
આ મામલામાં અર્જુને કોઈ પ્રતિક્રિયા આપી નહોતી પણ સાહિબા બાલીએ સોશ્યલ મીડિયા મારફત આ અફવાઓને ફગાવી દીધી છે. તેણે અર્જુન સાથેની તસવીર શૅર કરીને લખ્યું, ‘દરેક વાત પર વિશ્વાસ ન કરો.’ આ પોસ્ટ દ્વારા સાહિબાએ સ્પષ્ટ સંકેત આપ્યો કે ડેટિંગની ચર્ચાઓમાં કોઈ સત્ય નથી.
અર્જુન અગાઉ મલાઇકા અરોરા સાથે લાંબા સમય સુધી રિલેશનશિપમાં હતો. બન્નેએ ૨૦૧૮માં એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું અને તેઓ ઘણી વખત જાહેર કાર્યક્રમોમાં સાથે જોવા મળતાં હતાં. જોકે ૨૦૨૪માં બન્ને અલગ થઈ ગયાં હતાં.
