Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સીતામાતાએ ફિલ્મમાં લુક ચૅન્જ કરવા કાપી નાખ્યા લાંબા વાળ

સીતામાતાએ ફિલ્મમાં લુક ચૅન્જ કરવા કાપી નાખ્યા લાંબા વાળ

Published : 18 November, 2026 11:24 AM | Modified : 18 November, 2026 11:39 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફિલ્મના લુક માટે વાળ કપાવી નાખવાના પોતાના નિર્ણય વિશે વાત કરતાં સાઈ પલ્લવીએ કહ્યું હતું કે ‘જો પાત્રની માગ ન હોત તો મેં ક્યારેય મારા વાળ ન કપાવ્યા હોત. મેં માત્ર મારા પાત્ર માટે વાળ કપાવ્યા છે. બાકી હું આવો નિર્ણય ક્યારેય ન લેત.

સાઈ પલ્લવી

સાઈ પલ્લવી


‘રામાયણ’માં સીતામાતાનો રોલ કરનારી સાઈ પલ્લવીએ તેની આગામી ફિલ્મ ‘ઓમ’ના પોતાના પાત્ર માટે ખૂબ મહેનત કરી છે. સાઈ પલ્લવીએ આ ફિલ્મ માટે પોતાનો લુક સંપૂર્ણપણે બદલી નાખ્યો હતો અને લાંબા વાળ પણ કપાવી નાખ્યા હતા. સાઈ પલ્લવીના આ નિર્ણયથી તેના પરિવારજનો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

ફિલ્મના લુક માટે વાળ કપાવી નાખવાના પોતાના નિર્ણય વિશે વાત કરતાં સાઈ પલ્લવીએ કહ્યું હતું કે ‘જો પાત્રની માગ ન હોત તો મેં ક્યારેય મારા વાળ ન કપાવ્યા હોત. મેં માત્ર મારા પાત્ર માટે વાળ કપાવ્યા છે. બાકી હું આવો નિર્ણય ક્યારેય ન લેત. વાળ કપાવ્યા બાદ મેં મારી મમ્મીને વિડિયો-કૉલ કર્યો હતો. મને જોતાં જ તેમણે કૉલ કાપી નાખ્યો હતો. ત્યાર બાદ મેં મારા પપ્પાને કૉલ કર્યો. તેમણે આશ્ચર્ય સાથે પૂછ્યું હતું કે પલ્લવી, આ વિગ છેને? જ્યારે મેં તેમને હકીકત જણાવી ત્યારે તેઓ મારી વાત માની ગયા હતા અને મારી મમ્મીને પણ સમજાવી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

18 November, 2026 11:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK