‘હન્ડ્રેડ’માં યશવર્ધન અને નિતાંશી ગોયલની જોડી જોવા મળશે
યશવર્ધન આહુજા
ગોવિંદાના દીકરા યશવર્ધન આહુજાને બૉલીવુડમાં એન્ટ્રી મળી ગઈ છે અને તેણે પોતાની પહેલી ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. યશવર્ધનની આ ફિલ્મનું નામ છે ‘હન્ડ્રેડ’ અને એ એક હૉરર ફિલ્મ છે. આ ફિલ્મ પ્રોડ્યુસર અમર બુટાલાની કંપની અને એકતા કપૂરની બાલાજી ટેલીફિલ્મ્સના બૅનર હેઠળ બની રહી છે. બન્ને પ્રોડક્શન હાઉસે આ ફિલ્મ માટે સાથે મળીને કામ કર્યું છે. ‘હન્ડ્રેડ’નું ડિરેક્શન ફારાહ ખાનનો ભાઈ સાજિદ ખાન કરી રહ્યો છે.
‘હન્ડ્રેડ’માં યશવર્ધન અને નિતાંશી ગોયલની જોડી જોવા મળશે.


