Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

કાલ માટે સૉરી, ભાઈ

Published : 22 May, 2026 10:57 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફોટોગ્રાફર્સે તેમના વર્તન માટે જાહેરમાં સલમાન ખાનની માફી માગી એને પગલે ઍક્ટરે પણ તેમને માફ કરી દીધા

બુધવારે યોજાયેલી ‘રાજા શિવાજી’ની સક્સેસ-પાર્ટીમાં રિતેશ દેશમુખ સાથે સલમાન

બુધવારે યોજાયેલી ‘રાજા શિવાજી’ની સક્સેસ-પાર્ટીમાં રિતેશ દેશમુખ સાથે સલમાન


સલમાન ખાને મંગળવારની રાત્રે હિન્દુજા હૉસ્પિટલમાં તેનો પીછો કરનારા ફોટોગ્રાફર્સ પર ભારે ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને પછી સોશ્યલ મીડિયા પર આ મામલે આક્રોશ વ્યક્ત કરીને તેમને ચેતવણી આપતી પોસ્ટ્સ પણ શૅર કરી હતી. જોકે હવે આ વિવાદ સમાપ્ત થઈ ગયો છે. આ ઘટના પછી સલમાન ‘રાજા શિવાજી’ની સક્સેસ-પાર્ટીમાં પહોંચ્યો હતો, જ્યાં બધા ફોટોગ્રાફર્સે તેની માફી માગી હતી. સલમાન આ પાર્ટીમાં પહોંચ્યો કે તરત જ બધા ફોટોગ્રાફર્સે તેને ઘેરી લીધો. આ પછી કેટલાક ફોટોગ્રાફર્સે કહ્યું, ‘કાલ માટે સૉરી, ભાઈ’ તો કેટલાકે ‘લવ યુ, ભાઈ’ પણ કહ્યું. સલમાને પણ માફી સ્વીકારીને હળવાશથી કહ્યું કે ‘જોરથી સૉરી બોલો, સંભળાતું નથી.’  

આ ઇવેન્ટના વાઇરલ થયેલા વિડિયોમાં ફોટોગ્રાફર્સ સલમાન ખાનની નજીક જઈને તેમની પાસે માફી માગતા જોવા મળ્યા હતા. તેના જવાબમાં સલમાને તેમને માફ કરી દીધા અને જણાવ્યું કે તેના એક મિત્રની બીમાર પત્નીના હાલચાલ જાણવા હૉસ્પિટલ ગયો હતો પણ ત્યાં ફોટોગ્રાફર્સનો ગોકીરો સાંભળીને અપસેટ થઈ ગયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

22 May, 2026 10:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK