પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજ્યસભા સાંસદ પ્રફુલ પટેલ (Praful Patel)ના પુત્ર પ્રજયના લગ્નમાં મોટી હસ્તીઓએ હાજરી આપી હતી.

સલમાન ખાન
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજ્યસભા સાંસદ પ્રફુલ પટેલ (Praful Patel)ના પુત્ર પ્રજયના લગ્નમાં મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. રામબાગ પેલેસમાં યોજાનારા આ લગ્નમાં બૉલિવૂડ સ્ટાર્સ, રાજકારણીઓ અને બિઝનેસમેન સહિત મોટી સંખ્યામાં સેલિબ્રિટીઓ પહોંચી હતી. આ લગ્નમાં સલમાન ખાન, શિલ્પા શેટ્ટી, મનીષ મલ્હોત્રા ઉપરાંત અનિલ કપૂરે પત્ની સુનીતા સાથે હાજરી આપી હતી.
લગ્નના ખાસ અવસર પર બૉલિવૂડ એક્ટર સલમાન ખાન ઉપરાંત શિલ્પા અને અનિલ કપૂરે સ્ટેજ પર ડાન્સ કરી ધૂમ મચાવી હતી. સોશિયલ મીડિયા પર લગ્નના ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં સલમાન ખાન `જુમ્મે કી રાત`માં દુલ્હા-દુલ્હન સાથે સાથે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. શિલ્પા શેટ્ટી અને અનિલ કપૂર પણ તેની સાથે ડાન્સ કરી રહ્યાં છે.
View this post on Instagram
અનિલ કપૂર તેની પત્ની સાથે એરપોર્ટ પર જોવા મળ્યો હતો.
આ લગ્નમાં શિલ્પા શેટ્ટી ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે ઓરેન્જ કલરનો ફ્લોરલ લહેંગા પહેર્યો હતો.
સલમાન ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં જ `એન્ટિમાઃ ધ ફાઈનલ ટ્રુથ` રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં આયુષ શર્મા પણ જોવા મળ્યો હતો. મહેશ માંજરેકર દ્વારા નિર્દેશિત અને સલમા ખાન દ્વારા નિર્મિત અને સલમાન ખાન ફિલ્મ્સ દ્વારા પ્રસ્તુત આ ફિલ્મ મરાઠી ફિલ્મ `મુલશી પેટર્ન`ની રિમેક છે. આ ફિલ્મમાં સુપરસ્ટાર શીખ પોલીસની ભૂમિકા ભજવી રહ્યો છે. ફિલ્મની વાર્તા મુખ્યત્વે એક કોપ અને અલગ અલગ વિચારધારા ધરાવતા ગેંગસ્ટરની આસપાસ ફરે છે.