ગણપતિ વિસર્જન પહેલાંની આરતીમાં સલમાન ખાને ભૂલ કરતાં બહેન અર્પિતાએ તેને ટોક્યો હતો. સલમાનની ગર્લફ્રેન્ડ યુલિયા વેન્ટુરે પણ આવી જ ભૂલ કરી હતી અને અર્પિતાએ તેને પણ યોગ્ય રીતે આરતી કરવા સમજાવી હતી.
સલમાન ખાન
સલમાન ખાનનો પરિવાર દર વર્ષે ગણપતિ બાપ્પાને ઘરે લાવે છે અને ધામધૂમથી મૂર્તિનું વિસર્જન પણ કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વખતે પણ સલમાનની બહેન અર્પિતાએ બાપ્પાનું સ્વાગત કર્યું અને ત્યાર બાદ વિસર્જન વખતે પરિવાર સાથે ડાન્સ કરતી જોવા મળી. જોકે વિસર્જન પહેલાં થયેલી આરતી દરમ્યાન સલમાને બાપ્પાની ઊંધી આરતી ઉતારવાની ભૂલ કરતાં બહેન અર્પિતાએ તેને વચ્ચેથી ટોકી દીધો. સલમાન જેવી ભૂલ ત્યાં હાજર રહેલી સલમાનની ગર્લફ્રેન્ડ યુલિયા વેન્ટુરે પણ કરી હતી અને અર્પિતાએ તેને પણ યોગ્ય રીતે આરતી કરવા સમજાવી હતી. યુલિયા રોમાનિયન મૉડલ અને અભિનેત્રી છે. તે વર્ષોથી ભારતમાં રહે છે અને અહીંના વિવિધ તહેવારો પણ ઊજવે છે. તે ખાન પરિવાર સાથે અનેક તહેવારોમાં ભાગ લેતી જોવા મળી છે.
