Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રામાયણ આવે પછી અઠવાડિયામાં જ પોતાની ફિલ્મ રિલીઝ કરવાનો સલમાન ખાનનો ઇરાદો

રામાયણ આવે પછી અઠવાડિયામાં જ પોતાની ફિલ્મ રિલીઝ કરવાનો સલમાન ખાનનો ઇરાદો

Published : 29 October, 2026 11:39 AM | Modified : 29 October, 2026 12:02 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

માતૃભૂમિ : મે વૉર રેસ્ટ ઇન પીસને સેન્સર બોર્ડની મંજૂરી મળી જાય તો એને ૧૩ નવેમ્બરે રિલીઝ કરવાનું પ્લાનિંગ હોવાની ચર્ચા.

સલમાન ખાન

સલમાન ખાન


સલમાન ખાનના ચાહકો તેની આગામી ફિલ્મ ‘માતૃભૂમિ : મે વૉર રેસ્ટ ઇન પીસ’ની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. સેન્સર બોર્ડ તરફથી રિલીઝ માટેનું સર્ટિફિકેટ ન મળવાને કારણે આ ફિલ્મ અત્યાર સુધી થિયેટરમાં આવી શકી નથી. જોકે સલમાને હવે પોતાની આ ફિલ્મની રિલીઝ માટે એક તારીખ નક્કી કરી હોવાનું જાણવા મળ્યું છે. રિપોર્ટ પ્રમાણે જો ફિલ્મને સેન્સર બોર્ડની મંજૂરી મળી જાય તો સલમાન ખાન એને આ જ વર્ષે ૧૩ નવેમ્બરે રિલીઝ કરવા માગે છે. સલમાને હજી સુધી આ વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, પણ મળતી માહિતી પ્રમાણે તેનું આ જ પ્લાનિંગ છે.

જો ખરેખર ‘માતૃભૂમિ : મે વૉર રેસ્ટ ઇન પીસ’ ૧૩ નવેમ્બરે રિલીઝ થાય તો એ રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. ‘રામાયણ’ પાંચમી નવેમ્બરે રિલીઝ થવાની છે એટલે કે સલમાન ખાને પોતાની ફિલ્મ માટે વિચારેલી તારીખ ‘રામાયણ’ની રિલીઝના માત્ર આઠ દિવસ પછીની છે. બન્ને ફિલ્મો એક જ દિવસે રિલીઝ થવાની નથી, પણ ‘રામાયણ’નું કદ અને એની આસપાસ ઊભા થયેલા જબરદસ્ત ઉત્સાહને ધ્યાનમાં લેતાં બન્ને ફિલ્મોની રિલીઝ વચ્ચેનો સમયગાળો ઘણો ઓછો છે. હકીકતમાં ૧૩ નવેમ્બરે બીજી કોઈ ફિલ્મ રિલીઝ થવાની નથી. રાજશ્રી પ્રોડક્શન્સની ફિલ્મ ‘યે પ્રેમ મોલ લિયા’ ૨૭ નવેમ્બરે રિલીઝ થવાની છે અને એટલે જ સલમાન આ ફિલ્મનાં બે અઠવાડિયાં પહેલાં પોતાની ફિલ્મ રિલીઝ કરવા માગે છે.


Whatsapp-channel Whatsapp-channel

29 October, 2026 12:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK