સલમાન ખાન ‘કૉફી વિથ કરણ 9’માં સોલો ગેસ્ટ તરીકે જોવા મળી શકે છે અને રિપોર્ટ મુજબ તે શોના પહેલા મહેમાન હશે. નવી સીઝનનું સ્ટ્રીમિંગ દિવાળીની આસપાસ શરૂ થવાની શક્યતા છે અને આ વખતે સાઉથ સ્ટાર્સ, OTT કલાકારો તથા ડિજિટલ ક્રીએટર્સ પણ શોમાં જોવા મળી શકે છે.
કરણ જોહર અને સલમાન ખાન
સલમાન ખાન ફરી એક વાર ‘કૉફી વિથ કરણ’ના કાઉચ પર જોવા મળવાનો છે. રિપોર્ટ પ્રમાણે સલમાન ‘કૉફી વિથ કરણ 9’નો પહેલો મહેમાન હશે. લોકપ્રિય સેલિબ્રિટી ચૅટ શોમાં તેનો આ પહેલો સોલો અપિયરન્સ હશે. ‘કૉફી વિથ કરણ 9’નું સ્ટ્રીમિંગ ઑક્ટોબર-નવેમ્બર દરમ્યાન દિવાળીની સીઝનમાં શરૂ થવાની શક્યતા છે. શોના સંભવિત મહેમાનોની યાદીમાં અનેક નામોની ચર્ચા થઈ રહી છે, પરંતુ નવી સીઝન માટે સલમાનનું નામ સૌથી પહેલાં કન્ફર્મ થયું હોવાનું કહેવાય છે.
‘કૉફી વિથ કરણ’ની નવી સીઝનનું સ્ટ્રીમિંગ જિયો હૉટસ્ટાર પર થશે. આ વખતે શોના મહેમાનોની યાદી પણ વધુ વ્યાપક હોવાની શક્યતા છે. રિપોર્ટ મુજબ નવમી સીઝનમાં માત્ર હિન્દી સિનેમાના જાણીતા કલાકારો જ નહીં, સાઉથ ઇન્ડિયન ફિલ્મોના સ્ટાર્સ, OTT કલાકારો અને ડિજિટલ ક્રીએટર્સને પણ સામેલ કરવામાં આવી શકે છે.
સલમાન ખાને સની દેઓલને ફોન કરીને કરી બટવારા 1947ની પ્રશંસા
ADVERTISEMENT
સની દેઓલની ફિલ્મ ‘બટવારા 1947’ તાજેતરમાં જ થિયેટરમાં રિલીઝ થઈ છે. હવે સનીના દીકરા કરણ દેઓલે ખુલાસો કર્યો છે કે સલમાન ખાનને આ ફિલ્મ ખૂબ પસંદ આવી છે અને તેણે સનીને ફોન કરીને ફિલ્મ અને તેના પર્ફોર્મન્સની પ્રશંસા કરી હતી.
સલમાનના દેઓલ પરિવાર સાથેના સંબંધો વિશે વાત કરતાં કરણે કહ્યું હતું કે ‘સલમાન અમારા પરિવારને ખૂબ પ્રેમ કરે છે. તેઓ હંમેશાં સપોર્ટ કરે છે. તેઓ હંમેશાં સાથે ઊભા રહે છે. તેમનો પ્રેમ ખૂબ જ સાચો છે. તેઓ ખરેખર ખૂબ સારી વ્યક્તિ છે. તેમણે અમને ફોન કર્યો હતો. તેમણે કહ્યું કે તેમને ફિલ્મ પસંદ આવી અને એમાં મારા પપ્પાનું કામ બહુ ગમ્યું હતું.’
