ફિલ્મમાં સલમાન ૧૬ બિહાર રેજિમેન્ટના કમાન્ડિંગ ઑફિસર કર્નલ બી. સંતોષ બાબુની ભૂમિકા ભજવી રહ્યો છે
`બૅટલ ઑફ ગલવાન`નો લુક
સલમાન ખાન ૨૭ ડિસેમ્બરે પોતાની ૬૦મી વર્ષગાંઠ ઊજવવાનો છે. રિપોર્ટ પ્રમાણે આ ખાસ પ્રસંગે તેના ફૅન્સને એક વિશેષ ભેટ આપવા માટે આ દિવસે તેની આગામી ફિલ્મ ‘બૅટલ ઑફ ગલવાન’નો ફર્સ્ટ લુક જાહેર થઈ શકે છે. આ ફિલ્મનું નિર્દેશન અપૂર્વ લાખિયા કરી રહ્યા છે અને હાલમાં ફિલ્મ પર કામ ચાલુ છે. આ ફિલ્મ ૨૦૨૦ના જૂન મહિનામાં ગલવાન ઘાટીમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી અથડામણ પર આધારિત છે. ફિલ્મમાં સલમાન ૧૬ બિહાર રેજિમેન્ટના કમાન્ડિંગ ઑફિસર કર્નલ બી. સંતોષ બાબુની ભૂમિકા ભજવી રહ્યો છે.


