‘માતૃભૂમિ’ના આ ગીતમાં સલમાન અને ચિત્રાંગદા સિંહનો રોમૅન્સ જોવા મળે છે
ફિલ્મનું ગીત ‘મૈં હૂં...’નો સીન
સલમાન ખાન પોતાની આવનારી ફિલ્મ ‘માતૃભૂમિ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ઈદના અવસર પર સલમાને આ ફિલ્મનું ગીત ‘મૈં હૂં...’નો વિડિયો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને ફૅન્સને સરપ્રાઇઝ આપી છે અને ફૅન્સને આ ગીત ગમ્યું પણ છે. ‘માતૃભૂમિ’ના આ ગીતમાં સલમાન અને ચિત્રાંગદા સિંહનો રોમૅન્સ જોવા મળે છે. શ્રેયા ઘોષાલે ગાયેલા આ ગીતમાં ચિત્રાંગદાનું પાત્ર બૉર્ડર પર દેશની રક્ષા કરી રહેલા પોતાના પતિ એટલે કે સલમાનના પાત્રને યાદ કરે છે.
