બૉબી દેઓલની પાંચમી જૂને રિલીઝ થનારી આગામી ફિલ્મ ‘બંદર’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મની બૉક્સ-ઑફિસ પર ટક્કર વરુણ ધવનની ફિલ્મ ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ અને રામ ચરણની ફિલ્મ ‘પેડ્ડી’ સાથે થવાની છે.
સલમાન ખાને પ્રમોટ કરી મિત્ર બૉબી દેઓલની ફિલ્મ બંદર
બૉબી દેઓલની પાંચમી જૂને રિલીઝ થનારી આગામી ફિલ્મ ‘બંદર’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મની બૉક્સ-ઑફિસ પર ટક્કર વરુણ ધવનની ફિલ્મ ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ અને રામ ચરણની ફિલ્મ ‘પેડ્ડી’ સાથે થવાની છે. હવે સલમાન ખાને પોતાના મિત્ર બૉબીની ફિલ્મને પ્રમોટ કરવા માટે ખાસ પહેલ કરી છે. તેણે સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર ‘બંદર’નું ટીઝર શૅર કર્યું છે અને લોકોને ફિલ્મ જોવા જવાની ખાસ અપીલ કરી છે.
સલમાને પહેલાં સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર ટીઝર શૅર કર્યું હતું અને ત્યાર બાદ એને સ્ટોરી-સેક્શનમાં પણ મૂક્યું હતું. આ સાથે જ તેણે ‘બંદર’ના ટીઝર સાથે ટાઇટલના દરેક અક્ષરનો અલગ અર્થ સમજાવ્યો હતો. આ સાથે સલમાને વધુમાં લખ્યું હતું, ‘એકલા ન જશો, મિત્રો સાથે જજો અને હા... ‘બંદર’ હવે બધાને સિનેમાની અંદર લઈ જશે.’
ધુરંધર મેકઅપ-આર્ટિસ્ટને સલમાનની ફિલ્મમાં તેના લુકની જવાબદારી સોંપાઈ
ADVERTISEMENT
સલમાન ખાન અને નયનતારા એક ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મ આવતા વર્ષે ઈદ વખતે રિલીઝ થશે. રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મમાં સલમાનનું જબરદસ્ત ટ્રાન્સફૉર્મેશન જોવા મળશે. સલમાનના આ ટ્રાન્સફૉર્મેશનની જવાબદારી ‘ધુરંધર’નાં મેકઅપ-આર્ટિસ્ટ પ્રીતિશીલ સિંહને સોંપવામાં આવી છે. પ્રીતિશીલ સિંહે આ ફિલ્મ માટે સલમાનનો એવો લુક તૈયાર કર્યો છે જે પહેલાં ક્યારેય સ્ક્રીન પર જોવા નથી મળ્યો.
મળતી માહિતી પ્રમાણે ફિલ્મમાં સલમાનની ઘણી અલગ-અલગ સ્ટાઇલ જોવા મળશે. આ લુક્સને ખૂબ જ ડિટેલિંગ સાથે ડિઝાઇન કરવામાં આવ્યો છે જેથી ઍક્શન-સીક્વન્સમાં તેની સ્ક્રીન-પ્રેઝન્સ પણ અલગ દેખાય. સલમાન પોતે પણ પોતાના આ મેકઓવરથી ખૂબ ખુશ હોવાનું કહેવાય છે અને ફિલ્મને લઈને તે ખૂબ ઉત્સાહી છે.
