સલમાન સાથેની આ ફિલ્મનું ડિરેક્શન સાઉથની અનેક સુપરહિટ ફિલ્મોના ડિરેક્ટર વામશી પેડિપલ્લી કરશે
સલમાન ખાન
હાલમાં સલમાન ખાન ‘બૅટલ ઑફ ગલવાન’ના શૂટિંગમાં વ્યસ્ત છે. રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મના શૂટિંગ વચ્ચે સલમાને હવે બીજા મોટા પ્રોજેક્ટ માટે હા પાડી છે. સલમાન ફરી એક વખત સાઉથના ડિરેક્ટર સાથે કામ કરવા તૈયાર થયો છે, જેને ફિલ્મના પ્રોડ્યુસર્સે પણ કન્ફર્મ કરી દીધું છે. સલમાન સાથેની આ ફિલ્મનું ડિરેક્શન સાઉથની અનેક સુપરહિટ ફિલ્મોના ડિરેક્ટર વામશી પેડિપલ્લી કરશે. આ ફિલ્મ વામશીની પહેલી હિન્દી ફિલ્મ હશે અને એ એક ફૅમિલી એન્ટરટેઇનર હશે. હાલમાં ફિલ્મનો પ્લૉટ સીક્રેટ રાખવામાં આવ્યો છે અને નજીકના ભવિષ્યમાં પ્રી-પ્રોડક્શનનું કામ શરૂ થઈ જશે.


