મળતી માહિતી પ્રમાણે તે તેના કેટલાક નજીકના મિત્રોને આ ફિલ્મ અગાઉથી બતાવી ચૂક્યો છે અને હવે તે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીની અન્ય મોટી હસ્તીઓ સાથે પણ ફિલ્મ શૅર કરવા માગે છે. આ જ કારણથી તે મુંબઈમાં ભવ્ય પ્રીમિયર યોજવાનું વિચારી રહ્યો છે.
સલમાન ખાન
સલમાન ખાન હવે ચોથી ડિસેમ્બરે રિલીઝ થનારી તેની ફિલ્મ ‘માતૃભૂમિ : મે વૉર રેસ્ટ ઇન પીસ’ને લઈને ચર્ચામાં છે. ફિલ્મની રિલીઝને હવે ગણતરીના દિવસોની વાર છે ત્યારે સલમાન પ્રમોશનમાં કોઈ કચાશ રાખવા માગતો નથી. હવે રિપોર્ટ છે કે ફિલ્મની રિલીઝ પહેલાં સલમાન મુંબઈમાં એનું ભવ્ય પ્રીમિયર યોજવાની યોજના બનાવી રહ્યો છે. આ કાર્યક્રમમાં બૉલીવુડની જાણીતી હસ્તીઓ હાજરી આપી શકે છે. ખાસ વાત એ છે કે ૭ વર્ષ પછી સલમાનની કોઈ ફિલ્મનું આટલા મોટા સ્તરે પ્રીમિયર યોજાશે. આ પહેલાં સલમાને ૨૦૧૯માં રિલીઝ થયેલી ફિલ્મો ‘ભારત’ અને ‘દબંગ 3’ માટે ભવ્ય પ્રીમિયર યોજ્યું હતું સલમાન તેની આ ફિલ્મ માટે બહુ ઉત્સાહિત છે. મળતી માહિતી પ્રમાણે તે તેના કેટલાક નજીકના મિત્રોને આ ફિલ્મ અગાઉથી બતાવી ચૂક્યો છે અને હવે તે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીની અન્ય મોટી હસ્તીઓ સાથે પણ ફિલ્મ શૅર કરવા માગે છે. આ જ કારણથી તે મુંબઈમાં ભવ્ય પ્રીમિયર યોજવાનું વિચારી રહ્યો છે.
