° °

આજનું ઇ-પેપર
Sunday, 16 January, 2022


સલમાન ખાન પહોંચ્યો ગુજરાત, ગાંધી આશ્રમની મુલાકાત લઈ ચલાવ્યો રેંટિયો, જાણો વધુ

29 November, 2021 02:54 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

બૉલિવૂડ અભિનેતા સલમાન અંતિમ ફિલ્મના પ્રમોશન માટે ગુજરાત પહોંચ્યા છે.

સલમાન ખાન (ફાઈલ ફોટો)

સલમાન ખાન (ફાઈલ ફોટો)

બૉલિવૂડ અભિનેતા સલમાન અંતિમ ફિલ્મના પ્રમોશન માટે ગુજરાત પહોંચ્યા છે. ફિલ્મના પ્રમોશનની સાથે સાથે ભાઈજાને અમદાવાદમાં સાબરમતી આશ્રમની મુલાકાત પણ લીધી હતી. આ દરમિયાન સલમાન ખાનના ફેન્સ તેમનું અભિવાદન કરવા આતુર જોવા મળ્યા હતાં. 

સલમાન ખાને ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન રેંટિયો ચલાવ્યો હતો. આ સાથે જ ગાંધીજીના રુમની પણ મુલાકાત લીધી હતી. સલમાન ખાન ગાંધી આશ્રમ પહોંચતા આશ્રમની બહાર ફેન્સની ભીડ ઉમટી પડી હતી. ચાહકો સલમાનની એક ઝલક જોવા માટે પડાપડી કરી રહ્યાં હતાં. 

કોરોના કાળ પછી દબંગ ખાન પ્રથમવાર ફિલ્મ અંતિમના પ્રમોશન માટે ગુજરાત આવ્યાં છે. સલમાન ખાન, આયુષ શર્મા અને મુળ ગુજરાતી અભિનેત્રી મહિમા મકાવાણાએ આ ફિલ્મમાં સાથે કામ કર્યુ છે. આ ફિલ્મ `અંતિમ: ધ ફાઈનલ ટ્રુથ` એક મરાઠી ફિલ્મ `મુળશી પેટર્ન`ની રિમેક છે. 

ફિલ્મની વાર્તાની વાત કરીએ તો નાના શહેરના યુવક રાહુલ (આયુષ શર્મા)ની કહાની છે, જે પૂનાનો ખતરનાક ભૂ-માફિયાઓમાંનો એક બની જાય છે.  તે  ઘણા લોકો સાથે દુશ્મનાવટ કરે છે અને કાયદાનું ઉલ્લંઘન પણ કરે છે. ત્યારે તેની સામે ઈન્સ્પેક્ટર રાજવીર સિંહ (સલમાન ખાન) અડચણરૂપ બને છે જે શહેરમાં ગુનાખોરીને નાબુદ કરવા માગે છે. 

29 November, 2021 02:54 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

રોહિત શેટ્ટી `મિશન ફ્રન્ટલાઈન` સાથે OTT ડેબ્યૂ કરવા તૈયાર

શેટ્ટી ‘મિશન ફ્રન્ટલાઈન’ શોમાં જોવા મળશે, જે સરહદો પર તહેનાત સશસ્ત્ર દળોના જીવનમાં ડોકિયું કરે છે. આ શોમાં અગાઉ રાણા દગ્ગુબત્તી અને સારા અલી ખાન જોવા મળી ચૂક્યા છે.

16 January, 2022 02:24 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

સલમાન ખાનની ‘બિયૉન્ડ ધ સ્ટાર’માં કોણ-કોણ દેખાશે?

આ ડૉક્યુમેન્ટરીમાં સલમાન સાથે જોડાયેલી અનેક બાબતો ઉપરાંત તેના બાળપણની કેટલાંક કદી ન જોયાં હોય એવાં વિઝ્‍યુઅલ્સ અને ફોટો પણ દેખાડવામાં આવશે

16 January, 2022 02:23 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

વિચારોમાં મગ્ન

આલિયા સોશ્યલ મીડિયામાં ખૂબ ઍક્ટિવ રહે છે

16 January, 2022 02:19 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK