સલમાન ખાન ૬૦ વર્ષની ઉંમરે ફરી એક વાર ચર્ચામાં છે. ‘કૉફી વિથ કરણ’ની નવમી સીઝનમાં તે જોવા મળશે.
સલમાન ખાન
કૉફી વિથ કરણમાં ગેસ્ટ તરીકે આવેલા ઍક્ટરે અંગત જીવનની ચર્ચા કરી
સલમાન ખાન ૬૦ વર્ષની ઉંમરે ફરી એક વાર ચર્ચામાં છે. ‘કૉફી વિથ કરણ’ની નવમી સીઝનમાં તે જોવા મળશે. આ સીઝનનું પ્રીમિયર બુધવારે જિયોહૉટસ્ટાર પર થશે. મળતી માહિતી પ્રમાણે આ શોમાં સલમાને સ્વીકાર્યું હતું કે તે પોતાનાં બાળકો ન હોવાની ખોટ અનુભવે છે અને ભવિષ્યમાં પપ્પા બનવાની ઇચ્છા ધરાવે છે.
ADVERTISEMENT
‘કૉફી વિથ કરણ 9’માં વાતચીત દરમ્યાન શોના હોસ્ટ કરણ જોહરે સલમાનને પૂછ્યું કે શું તેને પોતાનું બાળક ન હોવાની ખોટ સાલે છે? તેના જવાબમાં સલમાને સ્વીકાર્યું કે તેને પણ ક્યારેક પોતાનું બાળક હોવું જોઈએ એવું લાગે છે. આ વાતચીતમાં ભાવનાત્મક ટેકો અને સાથ માટે પરિવારનું મહત્ત્વ શું છે જેવા અંગત જીવનના મુદ્દે પણ ચર્ચા થઈ હોવાનું જાણવા મળે છે.
આ વાતચીત દરમ્યાન કરણ એ પણ નોંધે છે કે સલમાન પહેલાંની સરખામણીમાં હવે ઘણો શાંત અને સંયમિત થઈ ગયો છે. આ લાગણીના જવાબમાં સલમાન કહે છે, ‘મેં અત્યાર સુધી સલાહ આપી છે, હવે સમય આવી ગયો છે કે હું પોતે પણ એ સલાહનું પાલન કરું.’
સલમાન ખાનની મૉન્સ્ટર સાથે નહીં ટકરાય પ્રભાસની સ્પિરિટ
પ્રભાસ, તૃપ્તિ ડિમરી અને વિવેક ઑબેરૉયને ચમકાવતી ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાની ક્રાઇમ ઍક્શન ફિલ્મ ‘સ્પિરિટ’ પાંચમી માર્ચે થિયેટરમાં રિલીઝ થવાની હતી. જોકે હવે એવા રિપોર્ટ આવ્યા છે કે ફિલ્મની રિલીઝ નિર્ધારિત તારીખથી પાછળ ઠેલવામાં આવી છે. નિર્માતાઓની યોજના આવતા વર્ષના અંત સુધીમાં જ ફિલ્મ રિલીઝ કરવાની છે. આ ફેરફારને કારણે સલમાન ખાનની ‘મૉન્સ્ટર’ અને ‘સ્પિરિટ’ વચ્ચે થનારી બૉક્સ-ઑફિસની ટક્કર ટળી ગઈ છે. ‘સ્પિરિટ’માં પ્રભાસ લીડ રોલમાં જોવા મળશે, જ્યારે વિવેક નકારાત્મક પાત્ર ભજવશે. તૃપ્તિ ફિલ્મમાં લીડ ઍક્ટ્રેસની ભૂમિકામાં છે.
વાસ્તવમાં સલમાનની ‘મૉન્સ્ટર’ પણ આવતા વર્ષે ઈદ વખતે રિલીઝ થવાની છે. જોકે ફિલ્મની અંતિમ રિલીઝ-ડેટ જાહેર કરવામાં આવી નથી, પણ નિર્માતાઓએ જણાવ્યું છે કે ફિલ્મ ઈદ પર એટલે કે ૯થી ૧૦ માર્ચની આસપાસ રિલીઝ થવાની શક્યતા છે. આવી સ્થિતિમાં જો ‘સ્પિરિટ’ પણ પાંચમી માર્ચે રિલીઝ થઈ હોત તો બે મોટી ફિલ્મો વચ્ચે બૉક્સ-ઑફિસ પર ટક્કર થાત. જોકે હવે ‘સ્પિરિટ’ના નિર્માતાઓ માર્ચ ૨૦૨૭માં ફિલ્મ રિલીઝ નહીં કરે.
