પોતાની આ લાગણી વિશે વાત કરતાં સમન્થાએ કહ્યું હતું કે ‘હું એવા મુકામ પર હતી જ્યાં હું ઠીક હતી. રાજ અને હું બન્ને એ વાત સમજતાં હતાં કે કદાચ અમને બાળકો ન હોય અથવા કદાચ હોય પણ ખરાં. બન્નેમાંથી કોઈ પણ સ્થિતિથી મને કોઈ મુશ્કેલી નહોતી.
સમન્થા અને તેનો પતિ બાળક નહોતાં ઇચ્છતાં, પ્રેગ્નન્સી સરપ્રાઇઝ તરીકે આવી
સમન્થા રુથ પ્રભુ અને ફિલ્મમેકર રાજ નિદિમોરુ પોતાના પહેલા બાળકના પેરન્ટ્સ બનવા જઈ રહ્યાં છે. કપલે જૂનમાં પ્રેગ્નન્સીના સમાચાર શૅર કર્યા હતા. હાલમાં સમન્થાએ પોતાની પ્રેગ્નન્સીને અનપ્લાન્ડ સરપ્રાઇઝ ગણાવી હતી અને કહ્યું હતું કે એક સમય એવો હતો જ્યારે તેણે બાળક ન કરવાનો નિર્ણય કરી લીધો હતો અને તેને લાગવા લાગ્યું હતું કે કદાચ તેનાં ક્યારેય બાળકો નહીં હોય.
પોતાની આ લાગણી વિશે વાત કરતાં સમન્થાએ કહ્યું હતું કે ‘હું એવા મુકામ પર હતી જ્યાં હું ઠીક હતી. રાજ અને હું બન્ને એ વાત સમજતાં હતાં કે કદાચ અમને બાળકો ન હોય અથવા કદાચ હોય પણ ખરાં. બન્નેમાંથી કોઈ પણ સ્થિતિથી મને કોઈ મુશ્કેલી નહોતી. આ કારણે મારી પ્રેગ્નન્સી એક સરપ્રાઇઝ હતી. એક દિવસ હું ગીતનું શૂટિંગ કરી રહી હતી ત્યારે જ મને પ્રેગ્નન્સી વિશે ખબર પડી હતી અને મારે જઈને ડાન્સ-સ્ટેપ્સ કરવાનાં હતાં. એ સમયે મારી તબિયત થોડી ખરાબ લાગી રહી હતી. મને લાગે છે કે બધું યોગ્ય સમયે થયું અને હવે હું ખરેખર ખૂબ જ એક્સાઇટેડ છું. દરેક વ્યક્તિ મને કહે છે કે બાળક થયા બાદ જીવન સંપૂર્ણપણે બદલાઈ જાય છે. મને લાગે છે કે હું એ બદલાવ માટે તૈયાર છું.’
