Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > લાલબાગચા રાજાની સજાવટમાં પ્રલયંકારી શમ્ભો

લાલબાગચા રાજાની સજાવટમાં પ્રલયંકારી શમ્ભો

Published : 12 September, 2026 01:22 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લાલબાગચા રાજાની આ વખતની થીમમાં સાઉથ ઇન્ડિયન સ્ટાઇલના મંદિરની રચના કરવામાં આવી છે

શંકર ભગવાનની આંખો ઉઘાડ-બંધ થાય એવી કરામત કરવામાં આવી છે

શંકર ભગવાનની આંખો ઉઘાડ-બંધ થાય એવી કરામત કરવામાં આવી છે


લાલબાગચા રાજાનાં પ્રથમ દર્શનનું ગઈ કાલે આયોજન કરવામાં આવ્યું હતું. ગણપતિબાપ્પા મોરયાના ગગનનાદ સાથે તેમનાં પ્રથમ દર્શનને ભક્તોએ વધાવી લીધાં હતાં. લાલબાગચા રાજાની આ વખતની થીમમાં સાઉથ ઇન્ડિયન સ્ટાઇલના મંદિરની રચના કરવામાં આવી છે અને એ મંદિરની ઉપર શંકર ભગવાન બેસાડવામાં આવ્યા છે. વળી એ શંકર ભગવાનની આંખો ઉઘાડ-બંધ થાય એવી કરામત કરવામાં આવી છે. લાલબાગના બ્રિજ પરથી પસાર થતા મોટરિસ્ટો અને ટૂ-વ્હીલર ચલાવતા લોકો પણ તેમના પર એક નજર નાખી, શીશ નમાવીને આગળ નીકળી જતા જોવા મળ્યા હતા. 


Whatsapp-channel Whatsapp-channel

12 September, 2026 01:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK