Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ભરપૂર વખાણ ઍનિમલના ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાએ કર્યાં રામાયણનાં

ભરપૂર વખાણ ઍનિમલના ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાએ કર્યાં રામાયણનાં

Published : 07 November, 2026 12:24 PM | Modified : 07 November, 2026 12:59 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રણબીર કપૂર અને યશે કમાલ કરી દીધી.

યશ, રણબીર કપૂર અને સંદીપ રેડ્ડી વાંગા

યશ, રણબીર કપૂર અને સંદીપ રેડ્ડી વાંગા


રણબીર કપૂર અને યશ અભિનીત ફિલ્મ ‘રામાયણ’ને દર્શકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. રશ્મિકા મંદાના, કરણ જોહર, અલ્લુ અર્જુન, વિજય દેવરકોંડા અને ઍટલી જેવી સેલિબ્રિટીઓએ ફિલ્મનાં વખાણ કરતાં સોશ્યલ મીડિયા પર પોસ્ટ શૅર કરી છે. હવે ‘ઍનિમલ’ના ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાએ પણ ફિલ્મની પ્રશંસા કરી છે. તેણે રણબીર કપૂર અને યશના અભિનયની સાથે પડદા પર તેમની દમદાર હાજરીને પણ વખાણી છે.

સંદીપ રેડ્ડી વાંગાએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ શૅર કરીને કહ્યું હતું કે ‘જો તમે રામ અને રાવણની ભવ્યતાનો અનુભવ કરવા માગતા હો તો મહેરબાની કરીને ‘રામાયણ’ જરૂર જોજો. રણબીર અને યશે પોતપોતાનાં પાત્રો શાનદાર રીતે ભજવ્યાં છે. પડદા પર બન્નેની ઉપસ્થિતિ અત્યંત દમદાર છે. મને આ ફિલ્મ ખૂબ ગમી. આજ સુધી મેં કોઈ નિર્માતાને કોઈ ફિલ્મ માટે આટલા સમર્પિત જોયા નથી.’


Whatsapp-channel Whatsapp-channel

07 November, 2026 12:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK