Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ઈરાનનો બાકીનો હિસ્સો પણ સંપૂર્ણ બરબાદ કરી નાખીશ, મારો નિર્ણય ટૂંક સમયમાં જ : ડોનલ્ડ ટ્રમ્પની ધમકી

ઈરાનનો બાકીનો હિસ્સો પણ સંપૂર્ણ બરબાદ કરી નાખીશ, મારો નિર્ણય ટૂંક સમયમાં જ : ડોનલ્ડ ટ્રમ્પની ધમકી

Published : 07 November, 2026 10:33 AM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેમણે કહ્યું હતું કે જો જરૂર પડશે તો ઈરાનનો બાકીનો હિસ્સો પણ સંપૂર્ણપણે નષ્ટ કરી દેવામાં આવશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ


અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે ગુરુવારે વાઇટ હાઉસની ઓવલ ઑફિસમાં પત્રકારો સાથે વાતચીત કરતાં ઈરાનને સંપૂર્ણ બરબાદ કરવાની ગંભીર ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે જો જરૂર પડશે તો ઈરાનનો બાકીનો હિસ્સો પણ સંપૂર્ણપણે નષ્ટ કરી દેવામાં આવશે.
ફેબ્રુઆરીમાં શરૂ થયેલા અમેરિકા અને ઇઝરાયલના ઈરાન સામેના યુદ્ધનો હજુ સુધી કોઈ અંત આવ્યો નથી. આ સંજોગોમાં ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે હવે એક નિર્ણાયક પગલું લેવાનો સમય આવી ગયો છે. તેમણે જણાવ્યું હતું કે ‘હું દેશના બાકીના હિસ્સાને સંપૂર્ણપણે બરબાદ કરવા નથી માગતો, પણ જો જરૂર પડી તો કદાચ મારે એવું કરવું જ પડશે. મારો આ નિર્ણય ટૂંક સમયમાં જ સૌની સામે આવી જશે. આ યુદ્ધ બાદ ઈરાનને ફરી બેઠા થવામાં પચીસ વર્ષ જેટલો લાંબો સમય લાગી જશે. ’


Whatsapp-channel Whatsapp-channel

07 November, 2026 10:33 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK