સંજય દત્ત હાલમાં પોતાના પ્રોડક્શન હાઉસ થ્રી ડાયમેન્શન મોશન પિક્ચર્સ માટે મોટા પ્લાન બનાવી રહ્યો છે. આ પ્રોડક્શન હાઉસનું સંચાલન તેની પત્ની માન્યતા દત્ત કરશે જે મહત્ત્વપૂર્ણ નિર્ણયો માટે નિયમિત રીતે દુબઈ અને મુંબઈ વચ્ચે ટ્રાવેલિંગ કરશે.
સંજય દત્તની આખરી સવાલ સેન્સર બોર્ડમાં અટવાઈ
સંજય દત્તની આવનારી ફિલ્મ ‘આખરી સવાલ’ હવે સમયસર રિલીઝ નહીં થાય એવી ચર્ચા ચાલી રહી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર આધારિત આ ફિલ્મની જાહેરાત બાદથી જ તે ચર્ચામાં રહી છે. મેકર્સે એને ૮ મેએ રિલીઝ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ હજુ સુધી ફિલ્મને સેન્સર બોર્ડ તરફથી મંજૂરી મળી નથી અને હજી સુધી એનું ટ્રેલર પણ રિલીઝ નથી થયું.
રિપોર્ટ મુજબ ફિલ્મના પોસ્ટપોન થવાનું મુખ્ય કારણ એ છે કે એનું ટ્રેલર પણ હજી સેન્સરમાંથી પાસ થયું નથી. મળતી માહિતી પ્રમાણે ફિલ્મનો વિષય સંવેદનશીલ હોવાથી સેન્સર બોર્ડ ખૂબ સાવચેતીથી નિર્ણય લઈ રહ્યું છે. જોકે મેકર્સે દાવો કર્યો છે કે ફિલ્મ ઐતિહાસિક ઘટનાઓ અને રેકૉર્ડ્સ પર આધારિત છે એટલે એને રિલીઝ થવાનો હક છે.
સંજય દત્ત ખલનાયક પછી વાસ્તવના રાઇટ્સ મેળવવાના પ્લાનિંગમાં
ADVERTISEMENT

સંજય દત્ત હાલમાં પોતાના પ્રોડક્શન હાઉસ થ્રી ડાયમેન્શન મોશન પિક્ચર્સ માટે મોટા પ્લાન બનાવી રહ્યો છે. આ પ્રોડક્શન હાઉસનું સંચાલન તેની પત્ની માન્યતા દત્ત કરશે જે મહત્ત્વપૂર્ણ નિર્ણયો માટે નિયમિત રીતે દુબઈ અને મુંબઈ વચ્ચે ટ્રાવેલિંગ કરશે. થ્રી ડાયમેન્શન મોશન પિક્ચર્સની નવી ઑફિસ અંધેરીમાં યશ રાજ ફિલ્મ્સ સ્ટુડિયો પાસે આવેલી છે. પોતાના પ્રોડક્શન હાઉસ માટે સુભાષ ઘઈની ૧૯૯૩ની ફિલ્મ ‘ખલનાયક’ના રાઇટ્સ મેળવ્યા પછી સંજય દત્ત હવે ૧૯૯૯માં આવેલી તેની ફિલ્મ ‘વાસ્તવ : ધ રિયલિટી’ના રાઇટ્સ મેળવવાના પ્લાનિંગમાં હોવાના રિપોર્ટ છે.
‘વાસ્તવ’ એક ઍક્શન-થ્રિલર ફિલ્મ હતી, જેને મહેશ માંજરેકરે ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મ ૯૦ના દાયકામાં અંદાજે ૭.૫૦ કરોડ રૂપિયાના બજેટમાં બની હતી અને બૉક્સ-ઑફિસ પર એણે લગભગ ૨૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હવે સંજય દત્ત આ ફિલ્મની સીક્વલ બનાવવા માગે છે.
