Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > તોફાનમાં ફસાયું એકનાથ શિંદેનું હેલિકોપ્ટર, પાયલટની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી

તોફાનમાં ફસાયું એકનાથ શિંદેનું હેલિકોપ્ટર, પાયલટની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી

Published : 07 May, 2026 06:50 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Eknath Shinde Helicopter: મુંબઈના કલ્યાણ નજીક ગુરુવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેનું હેલિકોપ્ટર અચાનક તોફાન અને ખરાબ હવામાનમાં ફસાઈ ગયું હતું. જોકે, પાયલોટની સતર્કતાને કારણે એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.

એકનાથ શિંદે ફાઇલ તસવીર (સૌજન્ય: મિડ-ડે)

એકનાથ શિંદે ફાઇલ તસવીર (સૌજન્ય: મિડ-ડે)


મુંબઈના કલ્યાણ નજીક ગુરુવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેનું હેલિકોપ્ટર અચાનક તોફાન અને ખરાબ હવામાનમાં ફસાઈ ગયું હતું. જોકે, પાયલોટની સતર્કતાને કારણે એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. એકનાથ શિંદેએ મહાલક્ષ્મી રેસકોર્સ હેલિપેડ પરથી ઉડાન ભરી હતી અને કલ્યાણ નજીક મુરબાડ જઈ રહ્યા હતા, જ્યાં તેઓ લગ્ન સમારોહમાં હાજરી આપવાના હતા. ઉડાન દરમિયાન હવામાન ઝડપથી બગડ્યું, જેના કારણે પાયલટે હેલિકોપ્ટરને પાછું ફેરવ્યું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પાયલોટના નિર્ણયથી સમયસર કોઈપણ સંભવિત જોખમ ટાળવામાં આવ્યું.

અહેવાલો અનુસાર, ઉડાન દરમિયાન હવામાન અચાનક બગડ્યું હતું. જોરદાર પવન, વાવાઝોડા અને નબળી વિઝિબ્લીટીને કારણે, પાયલટે હેલિકોપ્ટરને આગળ વધવાને બદલે મુંબઈ પરત કરવાનો નિર્ણય લીધો. ત્યારબાદ હેલિકોપ્ટર જુહુ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યું. અધિકારીઓએ જણાવ્યું હતું કે હેલિકોપ્ટરમાં સવાર બધા સંપૂર્ણપણે સુરક્ષિત છે.



શિંદે લગ્ન સમારોહમાં જઈ રહ્યા હતા


એકનાથ શિંદેએ મહાલક્ષ્મી રેસકોર્સ હેલિપેડ પરથી ઉડાન ભરી હતી અને કલ્યાણ નજીક મુરબાડ જઈ રહ્યા હતા, જ્યાં તેઓ લગ્ન સમારોહમાં હાજરી આપવાના હતા.

ઉડાન દરમિયાન હવામાન ઝડપથી બગડ્યું, જેના કારણે પાયલટે હેલિકોપ્ટરને પાછું ફેરવ્યું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પાયલોટના નિર્ણયથી સમયસર કોઈપણ સંભવિત જોખમ ટાળવામાં આવ્યું.

તાજેતરમાં, બૅન્ગલોરમાં આંધી સાથે ભારે વરસાદ અને કરાવૃષ્ટિ થતાં શહેરના રસ્તાઓ સમુદ્રમાં તબદીલ થઈ ગયા હતા. આ કુદરતી આપદામાં દીવાલ અને રોડ ધસી પડવાને કારણે ૭, કરન્ટથી બે અને પાણીમાં તણાઈ જવાથી એક એમ કુલ ૧૦ મૃત્યુ થયાં હતાં. શહેરના અનેક મુખ્ય રસ્તાઓ જળમગ્ન થઈ જવાની સાથે વૃક્ષો ઊખડી ગયાં હોવાની ઘટનાઓ પણ બની હતી. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી ગાડીઓ અને ટૂ-વ્હીલર ડૂબી ગયાં હતાં. શહેરમાં ૮૭ વૃક્ષો ઊખડી ગયાં હતા, ૧૩૧ ડાળીઓ તૂટી પડતાં વાહનો એની નીચે ચગદાઈ ગયાં હતાં. ભીષણ ગરમી પછી અચાનક જ ભારે વરસાદને કારણે શહેરવાસીઓ ત્રસ્ત થઈ ગયા છે. હજી ભારતીય હવામાન વિભાગે આજે અને આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી છે.


વિદર્ભ સતત કાળઝાળ ગરમીનું કેન્દ્ર બન્યા બાદ હવે અકોલા, નાગપુર અને વર્ધામાં ગરમીનું જોર ઓછું થવાની સંભાવના છે. હવામાન ખાતાની માહિતી મુજબ ચંદ્રપુરમાં સૌથી વધુ મહત્તમ તાપમાન ૪૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અકોલા અને નાગપુરમાં તાપમાન ૪૪ ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું હતું. મુંબઈમાં મહત્તમ તાપમાન ૩૪.૨ ડિગ્રી સેલ્સિયસ અને લઘુતમ ૨૫.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. મહારાષ્ટ્રમાં ગરમીને કારણે ૬૭ લોકોનાં મૃત્યુ થયાં છે. 

Whatsapp-channel Whatsapp-channel

07 May, 2026 06:50 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK