આ ઇવેન્ટની તસવીરો સોશ્યલ મીડિયામાં ચર્ચા છે. એક તસવીરમાં શાહરુખ અને સલમાન મ્યુઝિયમમાં ડાયનાસૉરના ફૉસિલ્સના ભવ્ય પ્રદર્શનની સામે પોઝ આપતા જોવા મળે છે અને ફૅન્સ તેમનું બૉન્ડિંગ જોઈને ખુશ છે.
શાહરુખ અને સલમાન ખાને સાથે માણ્યું અબુ ધાબીનું નૅચરલ હિસ્ટરી મ્યુઝિયમ
શાહરુખ ખાન અને સલમાન ખાને ગુરુવારે અબુ ધાબીના નૅચરલ હિસ્ટરી મ્યુઝિયમની એક્સક્લુસિવ VIP ઓપનિંગ ઇવેન્ટમાં હાજરી આપી. આ પ્રાઇવેટ પ્રીવ્યુ હતો અને એ મ્યુઝિયમના આજના ઑફિશ્યલ ઓપનિંગના એક દિવસ પહેલાં યોજાયો હતો અને એમાં વિશ્વભરની પસંદગીની સેલિબ્રિટીઝને આમંત્રિત કરવામાં આવી હતી. આ ઇવેન્ટની તસવીરો સોશ્યલ મીડિયામાં ચર્ચા છે. એક તસવીરમાં શાહરુખ અને સલમાન મ્યુઝિયમમાં ડાયનાસૉરના ફૉસિલ્સના ભવ્ય પ્રદર્શનની સામે પોઝ આપતા જોવા મળે છે અને ફૅન્સ તેમનું બૉન્ડિંગ જોઈને ખુશ છે.


