તાજેતરમાં લોકપ્રિય મૅગેઝિન ‘વરાઇટી’એ દુનિયાના ૧૦૦ સૌથી મોટા ફિલ્મી કલાકારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં શાહરુખ ૯૨મા ક્રમે છે. આ યાદીમાં સ્થાન મેળવનારો તે એકમાત્ર ભારતીય કલાકાર છે.
શાહરુખ ખાન અને આર્યન ખાન
શાહરુખ ખાનની લોકપ્રિયતા આંતરરાષ્ટ્રીય સ્તરે હાઇલાઇટ થઈ છે. તેને દુનિયાના ટોચના ૧૦૦ ફિલ્મી કલાકારોની યાદીમાં સ્થાન મળ્યું છે. સૌથી ખાસ વાત એ છે કે આ યાદીમાં સ્થાન મેળવનારો તે એકમાત્ર ભારતીય ઍક્ટર છે. બીજી તરફ પિતાની સફળતા વચ્ચે દીકરો આર્યન ખાન પણ પાછળ રહ્યો નથી. આર્યને પોતાની ડિરેક્ટર તરીકેની વેબ-સિરીઝ ‘The Ba***ds of Bollywood’ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મેળવી છે.
તાજેતરમાં લોકપ્રિય મૅગેઝિન ‘વરાઇટી’એ દુનિયાના ૧૦૦ સૌથી મોટા ફિલ્મી કલાકારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં શાહરુખ ૯૨મા ક્રમે છે. આ યાદીમાં સ્થાન મેળવનારો તે એકમાત્ર ભારતીય કલાકાર છે. શાહરુખની ઓળખ અને તેની કારકિર્દી વિશે વાત કરતી વખતે આ યાદીમાં તેની ફિલ્મ ‘દેવદાસ’નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
બીજી તરફ શાહરુખના દીકરા આર્યન ખાનની સફળતા પણ ચર્ચામાં છે. તેનું નામ ‘2026 TIME100 Next India’ની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. ‘2026 TIME100 Next India’ની યાદીમાં મનોરંજન, વ્યવસાય અને વિજ્ઞાન સહિતનાં વિવિધ ક્ષેત્રોમાં પોતાની ઓળખ બનાવી રહેલી ઊભરતી પ્રતિભાઓનો સમાવેશ કરવામાં આવે છે. આ એવી વ્યક્તિઓ હોય છે જેમનો પ્રભાવ ભવિષ્યમાં વૈશ્વિક સ્તરે જોવા મળી શકે છે. આર્યને થોડા સમય પહેલાં જ ‘The Ba***ds of Bollywood’ સિરીઝથી ડિરેક્ટર તરીકે પદાર્પણ કર્યું હતું. આ સિરીઝની ચારે તરફ ચર્ચા થઈ હતી અને આર્યનના કામનાં પણ ખૂબ વખાણ થયાં હતાં. આંતરરાષ્ટ્રીય મૅગેઝિન ‘ટાઇમ’ના કવર પેજ પર દીકરા આર્યનને સ્થાન મળતાં ગૌરી ખાન ખૂબ ખુશ છે. દીકરાની આ સફળતા વિશે પ્રતિક્રિયા આપતાં ગૌરીએ એને ગર્વની ક્ષણ ગણાવી છે.
