Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રજનીકાંતની જેલર 2માં કૅમિયો કરવાની શાહરુખે ના પાડી દીધી

રજનીકાંતની જેલર 2માં કૅમિયો કરવાની શાહરુખે ના પાડી દીધી

Published : 08 April, 2026 10:31 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

થોડા સમય પહેલાં રિપોર્ટ હતો કે શાહરુખ ખાન હવે રજનીકાંતની ફિલ્મ ‘જેલર 2’માં પોલીસ-ઇન્સ્પેક્ટરનો કૅમિયો કરતા જોવા મળશે. જોકે હવે માહિતી મળી છે કે શાહરુખે તેની એક ખાસ શરત માનવામાં ન આવતાં આ ફિલ્મમાં કૅમિયો કરવાની ના પાડી દીધી છે.

શાહરુખ ખાન

શાહરુખ ખાન


થોડા સમય પહેલાં રિપોર્ટ હતો કે શાહરુખ ખાન હવે રજનીકાંતની ફિલ્મ ‘જેલર 2’માં પોલીસ-ઇન્સ્પેક્ટરનો કૅમિયો કરતા જોવા મળશે. જોકે હવે માહિતી મળી છે કે શાહરુખે તેની એક ખાસ શરત માનવામાં ન આવતાં આ ફિલ્મમાં કૅમિયો કરવાની ના પાડી દીધી છે. રિપોર્ટ પ્રમાણે ‘જેલર 2’ના નિર્માતાઓ શાહરુખનો કૅમિયો શૂટ કરવા માટે પાંચ દિવસ જેટલો સમય માગી રહ્યા હતા. શાહરુખ પહેલાં તો આ માટે તૈયાર પણ હતો, પરંતુ હાલમાં તેનું સંપૂર્ણ ધ્યાન ‘કિંગ’ પર છે. આ ફિલ્મ તેના માટે ખાસ છે, કારણ કે આ ફિલ્મથી તેની દીકરી સુહાના ખાન મોટા પડદા પર લૉન્ચ થવાની છે.
મળતી માહિતી પ્રમાણે રજનીકાંતની ફિલ્મમાં શાહરુખે કૅમિયો કરવાની ઇચ્છા તો વ્યક્ત કરી હતી, પરંતુ સાથે જ એક મહત્ત્વપૂર્ણ શરત પણ મૂકી હતી. તેણે કહ્યું કે ‘જેલર 2’ની રિલીઝ ‘કિંગ’ બાદ રાખવામાં આવે જેથી તેના ‘કિંગ’ના લુકની તાજગી જળવાઈ રહે અને એ લીક ન થાય. 
શાહરુખની આ શરત માનવાનું શક્ય નહોતું બન્યું, કારણ કે ‘જેલર 2’ના નિર્માતાઓ આ ફિલ્મને ઑગસ્ટમાં રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યા હતા, જ્યારે ‘કિંગ’ ડિસેમ્બર મહિનામાં રિલીઝ થવાની છે. બન્ને ફિલ્મોની ટાઇમલાઇન અલગ હોવાથી, બન્ને પક્ષોએ ચર્ચા બાદ આ કૅમિયો આગળ ન વધારવાનો નિર્ણય લીધો. મળતી માહિતી પ્રમાણે શાહરુખે પોતે રજનીકાંત સાથે વાત કરીને પોતાની અસમર્થતા વ્યક્ત કરીને જણાવ્યું કે ભવિષ્યમાં યોગ્ય સમયે તે સાથે કામ કરવા માટે તૈયાર છે. 


Whatsapp-channel Whatsapp-channel

08 April, 2026 10:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK