કૉકટેલ 2 પછી શાહિદ કપૂરે આગામી ફિલ્મ માટે મહેનતાણું આટલું ઓછું કરીને ફિલ્મના નફામાં હિસ્સો લેવાનું પસંદ કર્યું છે
શાહિદ કપૂર
શાહિદ કપૂર, ક્રિતી સૅનન અને રશ્મિકા મંદાના અભિનીત ‘કૉકટેલ 2’ બૉક્સ-ઑફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. સામાન્ય રીતે કોઈ ફિલ્મ સફળ થયા પછી કલાકારો પોતાની ફીમાં વધારો કરે છે, પણ શાહિદના મામલે ઊલટું જોવા મળ્યું છે. રિપોર્ટ પ્રમાણે શાહિદે ઑક્ટોબરથી શરૂ થનારી તેની ફિલ્મ ‘અદલ બદલ’ માટે ૧૮ કરોડ રૂપિયા ફી લીધી છે, જ્યારે રિપોર્ટ મુજબ ‘કૉકટેલ 2’ માટે તેણે ૩૫ કરોડ રૂપિયા ફી વસૂલી હતી. રિપોર્ટ પ્રમાણે શાહિદે ‘અદલ બદલ’ માટે ફી ઘટાડી છે, પણ એક ખાસ ડીલ પણ થઈ છે. આ ડીલ પ્રમાણે ફિલ્મને જે પણ નફો થશે એમાં શાહિદને પણ નિશ્ચિત હિસ્સો મળશે. આ ફિલ્મમાં શાહિદ સાથે જાહ્નવી કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, જ્યારે અન્ય કલાકારોની પસંદગીની પ્રક્રિયા હજુ ચાલી રહી છે. ‘અદલ બદલ’ની વાર્તા આત્માઓની અદલાબદલી પર આધારિત છે. આ એક અનોખો કન્સેપ્ટ હોવાનું કહેવાઈ રહ્યું છે જેના કારણે ફિલ્મ મનોરંજનથી ભરપૂર રહેવાની અપેક્ષા છે.
