ગઈ કાલે શનાયા કપૂરની છવ્વીસમી વર્ષગાંઠ હતી અને તેણે એ દિવસની ઉજવણી કોઈ પણ પ્રકારની ભવ્ય પાર્ટી વગર શાંતિપૂર્ણ રીતે કરી હતી.
					
					
શનાયા કપૂરે શાંતિથી બર્થ-ડે ઊજવ્યો
ગઈ કાલે શનાયા કપૂરની છવ્વીસમી વર્ષગાંઠ હતી અને તેણે એ દિવસની ઉજવણી કોઈ પણ પ્રકારની ભવ્ય પાર્ટી વગર શાંતિપૂર્ણ રીતે કરી હતી. શનાયાએ પોતાના જન્મદિવસની જે તસવીરો પોસ્ટ કરી છે એમાં તે વૈભવી મિની યૉટમાં સવારી કરી રહી છે. આ તસવીરો પોસ્ટ કરીને તેણે કૅપ્શન લખી છે, ‘મને મારા જન્મદિવસે ધમાલ કરવાનું ગમતું નથી. હું મારા પ્રિયજનો સાથે દિવસ વિતાવવાનું પસંદ કરું છું. હું માત્ર કુટુંબ અને મિત્રો સાથે ક્ષણનો આનંદ માણું છું અને એ જ મારા માટે એ દિવસને વિશેષ બનાવે છે.’
		        	
		         
        

