તામિલનાડુના આ કપલે રામ મંદિર પરિસરમાં જ લગ્ન કર્યાં
					
					
મંદિર પરિસરમાં દુલ્હાએ દુલ્હનની માંગમાં સિંદૂર ભરીને જીવનભરનો સાથ નિભાવવાનું વચન આપ્યું
તામિલનાડુથી આવેલા એક યુગલે વર્ષો પહેલાં સંકલ્પ લીધો હતો કે જ્યારે અયોધ્યામાં શ્રીરામનું ભવ્ય મંદિર તૈયાર થશે એ પછી જ તેઓ લગ્નના બંધનમાં બંધાશે. હવે જ્યારે રામલલાના મંદિરનું નિર્માણકાર્ય પૂરું થઈ ગયું છે ત્યારે તેમણે રામ મંદિરના પરિસરમાં જ લગ્ન કર્યાં છે.
ગઈ કાલે મંદિર પરિસરમાં દુલ્હાએ દુલ્હનની માંગમાં સિંદૂર ભરીને જીવનભરનો સાથ નિભાવવાના વચનની આપ-લે કરીને અગ્નિની સાક્ષીએ ફેરા લીધા હતા. આ પ્રસંગે લગભગ ૩૫૦ શ્રદ્ધાળુઓ હાજર હતા તેમણે પણ નવવિવાહિત યુગલને આશીર્વાદ આપ્યા હતા.
ADVERTISEMENT
રામ મંદિર બન્યા પછી અનેક ભક્તો તેમના સંકલ્પો પૂરા કરવા આવી રહ્યા છે. આ ઘટના ભગવાન શ્રીરામ પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ અને આસ્થાની મિસાલ છે.
		        	
		         
        

