મહારાણાથી લઈને અત્યારના જગબંધુ સુધીની મારી મુસાફરી ખૂબ અદ્ભુત રહી છે, કારણ કે એ દરમ્યાન મને મારા ઍક્ટર તરીકેના પોટેન્શ્યલ, અભાવ અને પૉઝિટિવ વાતનો અહેસાસ થયો છે.
કોઈએ ન ભજવ્યાં હોય એવાં પાત્રો ભજવવાની ખુશી છે શરદ મલ્હોત્રાને
શરદ મલ્હોત્રાનું કહેવું છે કે કોઈએ ન ભજવ્યાં હોય એવાં પાત્રો ભજવવાની મને ખુશી છે. શરદ મલ્હોત્રાએ ‘ભારત કા વીર પુત્ર - મહારાણા પ્રતાપ’માં હિસ્ટોરિકલ પાત્ર ભજવ્યું હતું. તે ફરી ‘વિદ્રોહી’માં બક્ષી જગબંધુનું હિસ્ટોરિકલ પાત્ર ભજવી રહ્યો છે. આ વિશે વાત કરતાં શરદ મલ્હોત્રાએ કહ્યું કે ‘મેં સૌથી પહેલાં મહારાણા પ્રતાપનું હિસ્ટોરિકલ પાત્ર ભજવ્યું હતું અને એને કારણે મને આપણા ઇતિહાસ વિશે ઘણું શીખવા અને વાંચવાની જરૂર પડી હતી. એને લીધે મારે ફરીથી સ્ટડી કરવી પડી હતી. એ પહેલાં લોકો મને રોમૅન્ટિક હીરો તરીકે ઓળખતા હતા. જોકે મહારાણા પ્રતાપને કારણે લોકો અને ઇન્ડસ્ટ્રીના લોકોનો મારા તરફનો દૃષ્ટિકોણ બદલી કાઢ્યો હતો. ત્યાર બાદ તેમણે મારી ગણતરી માચો હીરો તરીકે પણ કરી હતી. મહારાણાથી લઈને અત્યારના જગબંધુ સુધીની મારી મુસાફરી ખૂબ અદ્ભુત રહી છે, કારણ કે એ દરમ્યાન મને મારા ઍક્ટર તરીકેના પોટેન્શ્યલ, અભાવ અને પૉઝિટિવ વાતનો અહેસાસ થયો છે. આ રોલને કારણે મેં એ ભજવવા માટે હા પાડી હતી. મને જ્યારે પણ કોઈ પાત્ર ઑફર થાય છે ત્યારે સૌથી પહેલાં હું એ જોઉં છું કે આ પાત્ર મારા અગાઉના પાત્ર કરતાં કેટલું અલગ છે. હું દરેક વખતે કંઈક અલગ પાત્ર ભજવવા માગું છું. મેં જ્યારે ૧૮૧૭ના કમાન્ડર-ઇન-ચીફ જગબંધુની સ્ટોરી સાંભળી ત્યારે મારાં રૂંવાડાં ઊભાં થઈ ગયાં હતાં. મને ખુશી છે કે મેં એવાં પાત્રો ભજવ્યાં છે જે આજ પહેલાં ક્યારેય કોઈએ નથી ભજવ્યાં.’

