Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શિલ્પા શેટ્ટી હોસ્ટ કરશે નવો રિલેશનશિપ રિયલિટી શો પ્યાર કા પ્રેશર કુકર

શિલ્પા શેટ્ટી હોસ્ટ કરશે નવો રિલેશનશિપ રિયલિટી શો પ્યાર કા પ્રેશર કુકર

Published : 16 November, 2026 01:11 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શિલ્પા શેટ્ટી હવે નવો રિલેશનશિપ રિયલિટી શો ‘પ્યાર કા પ્રેશર કુકર’ને હોસ્ટ કરતી જોવા મળશે

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી


શિલ્પા શેટ્ટી હવે નવો રિલેશનશિપ રિયલિટી શો ‘પ્યાર કા પ્રેશર કુકર’ને હોસ્ટ કરતી જોવા મળશે. આ શોમાં એવાં કપલ્સને એકસાથે લાવવામાં આવશે જેઓ પોતાના સંબંધોમાં એક એવા વળાંક પર આવીને અટવાઈ ગયાં છે જ્યાંથી આગળ વધવું તેમના માટે મુશ્કેલ બની રહ્યું છે. આ શો ટૂંક સમયમાં જિયોહૉટસ્ટાર અને કલર્સ પર પ્રસારિત થશે.
‘પ્યાર કા પ્રેશર કુકર’માં એક જ ઘરમાં સાથે રહેવા દરમ્યાન સ્પર્ધકોએ એવા સવાલોના જવાબ આપવા પડશે જેનો જવાબ આપવાનું તેઓ અત્યાર સુધી ટાળતા આવ્યા છે. આ પ્રોસેસમાં તેમનાં માતા-પિતા પણ સામેલ થશે. તેઓ સ્પર્ધકોને જરૂરી ‘રિયલિટી ચેક’ આપશે, જેથી પરિસ્થિતિ સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ શકે અને સંબંધો વિશેનું સત્ય સામે આવી શકે.
આ શો વિશે વાત કરતાં શિલ્પા શેટ્ટીએ કહ્યું હતું કે ‘આજકાલ સંબંધોમાં ‘સિચુએશનશિપ’, ‘બ્રેડક્રમ્બિંગ’ અને ‘બેન્ચિંગ’ જેવા અનેક નવા શબ્દો જોડાઈ ગયા છે. આ બધાની વચ્ચે સંબંધોમાં વાસ્તવિક સ્પષ્ટતા ક્યાંક ખોવાઈ ગઈ છે. સંબંધ નવો હોય કે વર્ષોથી ચાલી આવતો જૂનો સંબંધ, એક એવો વળાંક ચોક્કસ આવે છે જ્યારે કોઈએ સાચા અને જરૂરી સવાલો પૂછવા જ પડે છે. ‘પ્યાર કા પ્રેશર કુકર’ની જે વાત મને સૌથી વધુ ઉત્સાહિત કરે છે એ રિયલિટી ફૉર્મેટને લઈને એનો નવો અભિગમ છે.’

 આ ભારતનો પ્રથમ 
એવો રિલેશનશિપ શો છે, જેમાં માતા-પિતા સ્પર્ધકોને ‘રિયલિટી ચેક’ આપશે. આ શો કપલ્સની સાથે તેમનાં માતા-પિતા માટે પણ ઘણો રસપ્રદ રહેશે. આ એક એવો શો છે જે લોકોને ખરેખર જે વાત કહેવી હોય એ કહેવા માટે પ્રેરિત કરે છે. આ શોને હોસ્ટ કરવા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું.


Whatsapp-channel Whatsapp-channel

16 November, 2026 01:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK