Shilpa Shirodkarએ સોશિયલ મીડિયા દ્વારા ટીકા પણ લખી છે. અભિનેત્રીએ દાવો કર્યો છે કે બસ કંપનીએ અકસ્માત બાદ જવાબદારી લેવાનો સુદ્ધા ઇનકાર કર્યો છે
શિલ્પા શિરોડકર અને તેણે જે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પોસ્ટ કરી છે તેનો સ્ક્ર્રીનશોટ
શિલ્પા શિરોડકર (Shilpa Shirodkar)નું નામ ૯૦ના દસકામાં ખુબ જ ગાજતું હતું. બિગ બોસ ૧૮ને કારણે પણ આ અભિનેત્રી જાણીતી બની હતી. હાલમાં જ તેણે સોશિયલ મીડિયા પર શેર કરેલી એક પોસ્ટ પ્રમાણે તેની કારને એક બસ દ્વારા ટક્કર મારવામાં આવી હતી. મુંબઈ પોલીસનું આ બાબતે ધ્યાન ખેંચવા તેણે ટેગ પણ કર્યા છે.
બસ કંપનીની ટીકા કરી છે
ADVERTISEMENT
બસે ટક્કર માર્યા બાદ અભિનેત્રી (Shilpa Shirodkar)ની કારને નુકસાન પણ પહોંચ્યું છે. આ ઘટના બાદ અભિનેત્રીએ સોશિયલ મીડિયા દ્વારા ટીકા પણ લખી છે. અભિનેત્રીએ દાવો કર્યો છે કે બસ કંપનીએ અકસ્માત બાદ જવાબદારી લેવાનો સુદ્ધા ઇનકાર કર્યો છે. અભિનેત્રીએ તો ત્યાં સુધી કહ્યું કે આ પરિસ્થિતિ જાનલેવા પણ થઇ શકી હોત. આ સાથે જ શિલ્પાએ ફરિયાદ દાખલ કરવામાં તાત્કાલિક મદદ કરવા બદલ મુંબઈ પોલીસનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે સ્ટાફ બચી ગયો છે. બાકી તો કંઇપણ થઇ શક્યું હોત.
શું કહ્યું શિલ્પા શિરોડકરે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ દ્વારા?
શિલ્પા શિરોડકરે (Shilpa Shirodkar) તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર સિટીફ્લો બસ દ્વારા તેની કારને ટક્કર માર્યા બાદ પોતાની ક્ષતિગ્રસ્ત કારની તસવીરો શેર કરી હતી. અભિનેત્રીએ જણાવે છે કે સિટીફ્લો બસ મારી કાર સાથે અથડાઈ હતી. મુંબઈ કાર્યાલયનું પ્રતિનિધિત્વ કરતા યોગેશ કદમ અને વિલાસ મનકોટે મને એવું જણાવી રહ્યાં છે કે આ તેમની કંપનીની જવાબદારી નથી. આ ડ્રાઇવરની જવાબદારી છે. કોઈ વ્યક્તિ આટલી બેદરકાર કઈ રીતે હોઈ શકે? એક કેટલું કમાઈ રહ્યો હશે? મુંબઈ પોલીસનો આભાર કે તેમણે મારી ફરિયાદ નોંધી. પરંતુ કંપનીએ કોઈ જવાબ આપ્યો ન હતો. સારી વાત એ છે કે મારો સ્ટાફ સુરક્ષિત છે, પરંતુ કંઈ પણ થઈ શક્યું હોત.
તેના વર્કફ્રન્ટની વાત કરીએ- આદિ શંકરાચાર્યની બાયોપિકમાં પણ જોવા મળવાની છે
અભિનેત્રી (Shilpa Shirodkar)ના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો રમેશ સિપ્પીની ફિલ્મ `ભ્રષ્ટાચાર`થી એણે ઇન્ડસ્ટ્રીમાં પગલું મુક્યું હતું. આ ફિલ્મમાં મિથુન ચક્રવર્તી અને રેખા પણ હતાં. તે પછી તેણે ખુદા ગવાહ, આંખેં, પહચાન, ગોપી કિશન, બેવફા સનમ વગેરે ફિલ્મોમાં પણ કામ કર્યું છે. છેલ્લે તે ફિલ્મ ગજગામિનીમાં જોવા મળી હતી. ૨૦૧૩ બાદ ફરીથી તેણે ટેલીવિઝનમાં ઝંપલાવ્યું. ૨૦૨૪માં બિગ બોસની ૧૮મી સીઝનમાં તે જોવા મળી હતી.
મીડિયા રિપોર્ટ અનુસાર શિલ્પા શિરોડકર હવે પછી આદિ શંકરાચાર્યની બાયોપિક `શંકર-રિવોલ્યુશનરી મેન`માં જોવા મળવાની છે. જે એક ઓટીટી પ્રોજેક્ટ છે. આ ફિલ્મમાં તે આદિ શંકરાચાર્યનાં માતાની ભૂમિકા ભજવતી જોઈ શકાશે. આ અભિનેત્રી તેલુગુ ફિલ્મ `જટાધારા` માં પણ રોલ કરવાની છે.

