દિવંગત અભિનેતા ઇરફાન ખાનની પાંચમી ડેથ એનિવર્સરી પર ફિલ્મ નિર્માતા-નિર્દેશક શૂજિત સરકારે તેમના વિરુદ્ધ સુંદર અને ભાવુક પત્ર લખ્યો છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ શૅર કરીને તેણે પોતાની પીડા વ્યક્ત કરવાની સાથે જ જણાવ્યું કે તે ઇરફાનને કેટલું મિસ કરી રહ્યા છે
શૂજિત સરકાર (ફાઈલ તસવીર)
દિવંગત અભિનેતા ઇરફાન ખાનની પાંચમી ડેથ એનિવર્સરી પર ફિલ્મ નિર્માતા-નિર્દેશક શૂજિત સરકારે તેમના વિરુદ્ધ સુંદર અને ભાવુક પત્ર લખ્યો છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ શૅર કરીને તેણે પોતાની પીડા વ્યક્ત કરવાની સાથે જ જણાવ્યું કે તે ઇરફાનને કેટલું મિસ કરી રહ્યા છે.
દિવંગત અભિનેતના વખાણ કરતા શૂજિત સરકારે કૅપ્શનમાં લખ્યું, "ડિયર ઇરફાન, તું જ્યાં પણ હોઈશ, મને ખબર છે કે ખૂબ જ સારું કરી રહ્યો હોઈશ. તેં ત્યાં પણ કદાચ અનેક મિત્રો બનાવી લીધા હશે અને મને વિશ્વાસ છે કે લોકો તારા આકર્ષણના દીવાના થઈ ગયા હશે, જેવી રીતે અમે બધા તારા દીવાના છીએ." તેમણે આગળ લખ્યું, "હું અહીં બરાબર છું. પણ એક વાત છે જે કદાચ તને નથી ખબર ઇરફાન- અહીં લોકો તને કેટલો પ્રેમ કરે છે તારી ઓછ કેટલી બધી વર્તાય છે."
ADVERTISEMENT
તેમણે આગળ લખ્યું, "મને આપણું સાથે ખાવું, સાથે પસાર કરેલો સારો સમય, હસવું-મસ્તી કરવી બધું જ ખૂબ જ યાદ આવે છે. જીવન વિશેના તારા વિચાાર મને હંમેશાં આકર્ષક લાગતા હતા. મેં તે ક્ષણોને સાચવીને રાખી છે. જ્યારે તું લંડનમાં હતો, ત્યારે અધ્યાત્મ અને વિજ્ઞાન વિશેની આપણી લાંબી વાતચીત યાદ છે? તે વાતો કેટલી ઊંડી અને ગાઢ હતી."
સરકારે જણાવ્યું કે તેમની પાસે ઇરફાનની સજેસ્ટ કરેલી ચોપડીઓ છે. તેણે લખ્યું, "મારી પાસે તમારી સજેસ્ટેડ ચોપડીઓ છે અને હું ઘણીવાર જીવન અને મૃત્યુ પર થયેલી આપણી ચર્ચાઓ વિશે વિચારું છું. તારી સ્માઇલ અને તારીએ રહસ્યમયી આંખો મારી સ્મૃતિઓમાં વસેલી છે. તારા વગર દરેક દિવસ જીવવો મુશ્કેલ છે, સરળ નથી. આ એક ખૂબ મોટું ખાલીપણું છે."
View this post on Instagram
ઇરફાન ખાનના બન્ને બાળકો, બાબિલ, અયાન અને પત્ની સુતાપાનો ઉલ્લેખ કરતાં શૂજિતે આગળ લખ્યું, "ઇરફાન, હું તને કહેવા માગું છું કે બાબિલ ખાન અને અયાન બરાબર છે. બાબિલ અને હું સાથે ફુટબૉલ રમીએ છીએ અને હું તેને માટે લગભગ વાલી બની ગયો છું. ચિંતા ન કરતો, હું તેમનું ધ્યાન રાખી રહ્યો છું. સુતાપા અને હું ઘણીવાર વાત કરીએ છીએ. રૉની સાથે મળીને અમે બાબિલ માટે એક પ્રૉજેક્ટ પૂરો કર્યો છે. તે એક સારો કલાકાર બની રહ્યો છે, ધીમે-ધીમે ઈન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવી રહ્યો છે. મને વિશ્વાસ છે કે તે યોગ્ય રસ્તા પર છે, જેમ કે તે એને માટે વિચાર્યું હતું."
પોસ્ટના અંતે સરકારે આગળ લખ્યું, "મને ખબર છે કે તું જ્યાં પણ હોઈશ, ત્યાંથી અમને બધાને જોતો હોઈશ અને આ સાંત્વના આપે તેવી વાત છે. વાત કરવા માટે ઘણું બધું છે, પણ અત્યાર માટે આટલું જ, હવે હું અલવિદા કહીશ, મિત્ર. ઘણો બધો પ્રેમ. તારો શૂજિત દા."
તમને જણાવી દઈએ કે, ઈરફાન ખાને 2015 માં આવેલી ફિલ્મ પીકુમાં શૂજીત સરકાર સાથે કામ કર્યું હતું. આ ફિલ્મનું નિર્માણ એનપી સિંહ, રોની લાહિરી અને સ્નેહા રાજાણી દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં ઇરફાન ખાન, અમિતાભ બચ્ચન અને દીપિકા પાદુકોણ મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મમાં મૌસમી ચેટર્જી, જિશુ સેનગુપ્તા અને રઘુબીર યાદવ પણ મુખ્ય ભૂમિકામાં છે.

