ઊંચે ઝિપલાઇન પર એન્જૉય કરતા આ અમદાવાદી ભાઈએ લીધેલા વિડિયોમાં નીચે ફાયરિંગ કરતા આતંકવાદીઓ અને ચીસાચીસ કરીને નાસભાગ કરતા ટૂરિસ્ટો દેખાય છે
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
૨૨ એપ્રિલે બપોરે પહલગામની બૈસરન વૅલીમાં થયેલા આતંકવાદી હુમલા સમયે એક અમદાવાદી પ્રવાસી ઝિપલાઇનની મજા માણી રહ્યો હતો એ સમયે તેણે ઉતારેલા વિડિયોમાં આકસ્મિક રીતે નીચે ઘાસના મેદાનમાં ટૂરિસ્ટો પર કરવામાં આવેલા ગોળીબારની ક્ષણો પણ કેદ થઈ છે. ૪૩ સેકન્ડનો આ વિડિયો ગઈ કાલથી સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. આ પ્રવાસીએ લીધેલા વિડિયોનાં ફુટેજમાં ગોળીબાર થતાં લોકો ગભરાટમાં ભાગી રહેલા દેખાય છે, ફુટેજ પૂરું થવામાં હોય છે ત્યારે એક વ્યક્તિને ગોળી વાગતાં તે નીચે પડી જાય છે એ પણ સ્પષ્ટ દેખાય છે.

