શ્રદ્ધાને સ્ટાર બનાવનાર ‘આશિકી 2’ માટે શ્રેયા ઘોષાલે જ ગીતો ગાયાં હતાં અને હવે ફિલ્મ ‘ઈઠા’ના નવા ગીત ‘જી જી રે જી’ને પણ તેણે પોતાનો અવાજ આપ્યો છે.
શ્રેયા ઘોષાલ અને શ્રદ્ધા કપૂર
શ્રદ્ધા કપૂર હાલમાં ચોથી ડિસેમ્બરે રિલીઝ થનારી પોતાની આગામી ફિલ્મ ‘ઈઠા’ના તાજેતરમાં રિલીઝ થયેલા ગીત ‘જી જી રે જી’ને કારણે ચર્ચામાં છે. ગઈ કાલે શ્રદ્ધાએ ગીતની ગાયિકા શ્રેયા ઘોષાલ સાથેની જૂની યાદો તાજી કરી હતી. શ્રદ્ધાને સ્ટાર બનાવનાર ‘આશિકી 2’ માટે શ્રેયા ઘોષાલે જ ગીતો ગાયાં હતાં અને હવે ફિલ્મ ‘ઈઠા’ના નવા ગીત ‘જી જી રે જી’ને પણ તેણે પોતાનો અવાજ આપ્યો છે.
શ્રદ્ધાએ સોશ્યલ મીડિયામાં તાજેતરમાં યોજાયેલી એક કૉન્સર્ટની કેટલીક તસવીરો શૅર કરી હતી. આ તસવીરોમાં તેની સાથે શ્રેયા પણ જોવા મળી રહી છે. શ્રદ્ધાએ આ પોસ્ટમાં લખ્યું હતું કે ‘ખૂબ જ સારું લાગી રહ્યું છે કે ‘જી જી રે જી’ ગીત શ્રેયા ઘોષાલે ગાયું છે. ૧૩ વર્ષ પહેલાં મારું જીવન હંમેશાં માટે બદલાઈ ગયું હતું જ્યારે તેઓ આરોહીનો પણ અવાજ બન્યાં હતાં.’
