Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આયુષ્માન ખુરાનાની હિરોઇન તરીકે જોવા મળશે બંદિશ બૅન્ડિટ્સવાળી શ્રેયા ચૌધરી

આયુષ્માન ખુરાનાની હિરોઇન તરીકે જોવા મળશે બંદિશ બૅન્ડિટ્સવાળી શ્રેયા ચૌધરી

Published : 06 October, 2026 02:13 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મોટા પડદા પર શ્રેયાની આ પહેલી ફિલ્મ હશે

શ્રેયા ચૌધરી

શ્રેયા ચૌધરી


ઍક્ટ્રેસ શ્રેયા ચૌધરીએ સિરીઝ ‘બંદિશ બૅન્ડિટ્સ’ની પહેલી અને બીજી સીઝન તેમ જ ‘ધ મહેતા બૉય્ઝ’માં કામ કર્યું છે. હવે તે આયુષ્માન ખુરાના સાથે આગામી ફિલ્મ ‘મુપાપા’માં સ્ક્રીન શૅર કરવા જઈ રહી છે. આ ફિલ્મ આવતા વર્ષે ૧૯ ફેબ્રુઆરીએ થિયેટરોમાં રિલીઝ થવાની છે. મોટા પડદા પર શ્રેયાની આ પહેલી ફિલ્મ હશે. શ્રેયાને YRF ટૅલન્ટ દ્વારા એક્સક્લુઝિવ મૅનેજમેન્ટ માટે પણ સાઇન કરવામાં આવી છે અને આ સાથે તેની પ્રોફેશનલ જર્નીમાં એક નવો અધ્યાય શરૂ થયો છે. ‘મુપાપા’નું નિર્માણ યશરાજ ફિલ્મ્સના ચીફ એક્ઝ‌‌િક્યુ‌ટિવ ઑફ‌‌િસર અક્ષય વિધાની અને પોશમ પા પિક્ચર્સ દ્વારા કરવામાં આવ્યું છે. આમ શ્રેયાને પહેલી જ ફિલ્મમાં યશરાજ ફિલ્મ્સની હિરોઇન બનવાનો ચાન્સ મળ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

06 October, 2026 02:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK