Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > AI ડીપફેક સામે શ્રુતિ હાસન પહોંચી બૉમ્બે હાઈ કોર્ટ

AI ડીપફેક સામે શ્રુતિ હાસન પહોંચી બૉમ્બે હાઈ કોર્ટ

Published : 05 August, 2026 01:48 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

AI ડીપફેક અને પોતાની ઓળખના ગેરઉપયોગ સામે શ્રુતિ હાસને બૉમ્બે હાઈ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. અભિનેત્રીએ પર્સનાલિટી અને પબ્લિસિટી રાઇટ્સના રક્ષણ માટે કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.

શ્રુતિ હાસન

શ્રુતિ હાસન


અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન, રશ્મિકા મંદાના, અક્ષય કુમાર અને સુનીલ શેટ્ટી જેવા અનેક કલાકારો બાદ હવે શ્રુતિ હાસને પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)થી કરાતી ડીપફેક છેતરપિંડી અને પોતાની ઓળખના ગેરઉપયોગ સામે કાનૂની લડાઈ શરૂ કરી છે. શ્રુતિ હાસને પોતાના પર્સનાલિટી રાઇટ્સ અને AI ડીપફેક કન્ટેન્ટ સામે રક્ષણ મેળવવા માટે બૉમ્બે હાઈ કોર્ટમાં અરજી દાખલ કરી છે.
શ્રુતિ હાસને પોતાની અરજીમાં ફેસબુક, યુટ્યુબ, મેટા, ઇન્સ્ટાગ્રામ, ઍક્સ કૉર્પ સહિતનાં સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ અને કેટલીક અજાણી વ્યક્તિઓને ડિફેન્ડન્ટ બનાવ્યાં છે. અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે તેની મંજૂરી વિના તેનાં પોસ્ટર્સ વેચવામાં આવી રહ્યાં છે. ઉપરાંત આ પ્લૅટફૉર્મ્સ પર એવા કન્ટેન્ટને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે જે તેના અધિકારોનું ઉલ્લંઘન કરે છે. શ્રુતિ હાસને કોર્ટમાં દાખલ કરાયેલી પોતાની અરજીમાં પર્સનાલિટી અને પબ્લિસિટી રાઇટ્સના રક્ષણ હેઠળ AIથી તૈયાર કરાયેલા કન્ટેન્ટ, મોર્ફ્ડ કન્ટેન્ટ, નકલી જાહેરાતો તેમ જ તેની મંજૂરી વિના વેચવામાં આવતી વ્યાવસાયિક વસ્તુઓ સામે જરૂરી નિર્દેશો આપવા કોર્ટને વિનંતી કરી છે. 
આ મામલે બૉમ્બે હાઈ કોર્ટે શ્રુતિ હાસનને કમર્શિયલ કેસ દાખલ કરવાની મંજૂરી આપી છે. આ કેસમાં તે પોતાના ઇન્ટલેક્ચ્યુઅલ પ્રૉપર્ટી રાઇટ્સના ઉલ્લંઘનનો દાવો કરી શકશે. 


Whatsapp-channel Whatsapp-channel

05 August, 2026 01:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK