Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના ઘરે બંધાશે પારણું? કપલની નવી પોસ્ટે જગાવી ચર્ચા

સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના ઘરે બંધાશે પારણું? કપલની નવી પોસ્ટે જગાવી ચર્ચા

Published : 28 October, 2024 07:23 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Sonakshi Sinha Pregnant News: સોનાક્ષી અને ઝહીર ઈકબાલની આ તસવીરને જોઈને સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ અભિનેત્રીના સંભવિત બેબી બમ્પની નોંધ લીધી હતી અને એવો અંદાજો લગાવી રહ્યા છે કે સોનાક્ષી ગર્ભવતી હોઈ શકે છે.

સોનાક્ષી સિંહએ તેના પતિ ઝહીર ઈકબાલ સાથે સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરી હતી

સોનાક્ષી સિંહએ તેના પતિ ઝહીર ઈકબાલ સાથે સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરી હતી


અભિનેત્રી સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલે (Sonakshi Sinha Pregnant News) તાજેતરમાં જ લગ્ન કર્યાં હતા. સોનાક્ષી આઈવોરી સાદી સાડીમાં સુંદર બ્રાઈડ બની હતી, જ્યારે તેના પતિએ પરંપરાગત કુરતો પહેરીને એક કમ્પલિટ લૂકમાં બેન્નેએ લગ્ન કર્યા હતા. જ્યારથી આ કપાલે તેમના લગ્ન બધના જીવનની આ નવી સફર શરૂ કરી છે, ત્યારથી તેઓ એકબીજાની સુંદર અને લવ-બર્ડ્સ જેવી તસવીરો સોશિયલ મીડિયા પોસ્ટ કરી રહ્યાં છે અને હાલમાં તેમણે એક ગ્રાન્ડ દિવાળી પાર્ટીમાં હાજરી આપી હતી અને તેમના અદભૂત પોશાક પહેરીને તસવીરો શૅર કરી હતી. સોનાક્ષી અને ઝહીર ઈકબાલની આ તસવીરને જોઈને સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ અભિનેત્રીના સંભવિત બેબી બમ્પની નોંધ લીધી હતી અને એવો અંદાજો લગાવી રહ્યા છે કે સોનાક્ષી ગર્ભવતી હોઈ શકે છે. આ કપલ તેમના પહેલા બાળકને વેલકમ કરવાં તૈયાર છે એવી અફવા સોશિયલ મીડિયામાં ફેલાઈ છે.


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sonakshi Sinha (@aslisona)




સોનાક્ષીએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં તે સુંદર મિરર વર્ક કરેલી ચમકદાર લાલ સૂટમાં અદભૂત દેખાઈ રહી છે, જ્યારે ઝહીરે સફેદ પાયજામા સાથે વાદળી કુરતો પહેર્યો છે. તસવીરો શૅર કરીને સોનાક્ષીએ (Sonakshi Sinha Pregnant News) લખ્યું “ગ્યુઝ ધ પોકી." ફોટામાં, કપલે તેમના પૅટ ડૉગીને તેડીને ઊભું છે. સોનાક્ષીએ તસવીરો શૅર કરતાની સાથે જ ચાહકો તેના પર પ્રતિક્રિયા આપવા લાગ્યા છે. એકે ટિપ્પણી કરી, "ગર્ભાવસ્થા પર અભિનંદન!", જ્યારે બીજાએ લખ્યું: "નાની જલ્દી આવી રહી છે તેના માટે અભિનંદન." અન્ય એક ઉત્સાહી શુભેચ્છકે ટિપ્પણી કરી: "આવનાર બાળક માટે અભિનંદન," અને અન્ય કોઈએ નિર્દેશ કર્યો: "સોના ગર્ભવતી લાગે છે."

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sonakshi Sinha (@aslisona)


સોનાક્ષી અને ઝહીરની સિવિલ મેરેજ સેરેમની બાદ 23 જૂનના રોજ સ્ટાર-સ્ટડેડ રિસેપ્શન (Sonakshi Sinha Pregnant News) યોજાયું હતું. “મેં જે કર્યું તે જ કર્યું, અને હું ખુશ છું મને આશા છે કે દરેક વ્યક્તિ સુમેળમાં રહી શકે અને "જ્યાંથી આવે ત્યાંથી એકબીજાની કદર અને સન્માન કરે." એમ સોનાક્ષીએ તેના લગ્ન બાબતે કહ્યું હતું. જ્યારે સોનાક્ષીને તેના લગ્નની સૌથી ખાસ ક્ષણો વિશે પૂછવામાં આવ્યું ત્યારે, સોનાક્ષીએ શૅર કર્યું કે આનંદના ઘણા ઉદાહરણો છે જે તેને આબેહૂબ રીતે યાદ છે, જેમાં લગ્નના દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા તે ક્ષણનો સમાવેશ થાય છે. "...અમે રિસેપ્શન માટે નીકળ્યા તે પહેલાં અને ઘર ખાલી થવાનું શરૂ થયું કારણ કે બધા સ્થળ તરફ આગળ વધી રહ્યા હતા, તે ફક્ત અમે બે જ હતા, અને અમે થોડી વાર લીધી. અમે ઘર તરફ ગયા કે અમે જઈ રહ્યા છીએ. એકબીજા સાથે ઘર બનાવવા માટે અને તે બધું અંદર લેવા માટે થોભાવ્યું. અમે શહેર તરફ જોયું અને માત્ર એકબીજાને પકડી રાખ્યા," એમ તેણે કહ્યું.

Whatsapp-channel Whatsapp-channel

28 October, 2024 07:23 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK