Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > “રાજકારણીઓ કોન્સર્ટમાં ન આવે”: સોનુ નિગમે વીડિયો શૅર કરી શા માટે આપી આવી ચેતવણી

“રાજકારણીઓ કોન્સર્ટમાં ન આવે”: સોનુ નિગમે વીડિયો શૅર કરી શા માટે આપી આવી ચેતવણી

Published : 10 December, 2024 03:00 PM | IST | Jaipur
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Sonu Nigam posts angry video: સોનુએ શૅર કરેલા વીડિયોને નેટીઝન્સ અને અન્ય કલાકારોએ પણ સમર્થન આપ્યું અને આ મુદ્દાને ઉઠાવવા બદલ તેની પ્રશંસા કરી હતી. એક યુઝરે લખ્યું, "ફક્ત તમારી પાસે આવી સંવેદનશીલ બાબતો પર બોલવાની હિંમત છે.

સોનુ નિગમ (ફાઇલ તસવીર)

સોનુ નિગમ (ફાઇલ તસવીર)


બૉલિવૂડના જાણીતા સિંગર સોનુ નિગમે (Sonu Nigam posts angry video) સોમવારે સાંજે રાજસ્થાનના જયપુરમાં રાઇઝિંગ રાજસ્થાન ઇવેન્ટમાં પરફોર્મ કર્યું હતું, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત રાજ્યના મુખ્ય પ્રધાન ભજન લાલ શર્મા અને અન્ય કેબિનેટ પ્રધાનોએ હાજરી આપી હતી. જોકે આ ઈવેન્ટ દરમિયાન સિંગર સોનુ નિગમ સાથે એક કડવો અનુભવ થયો હતો કારણ કે ચાલુ શો દરમિયાન જ્યારે સોનુ નીગાર સ્ટેજ પર પરફોર્મ કરી રહ્યો હતો ત્યારે સીએમ અને અન્ય મંત્રીઓએ કોન્સર્ટ અધવચ્ચે જ છોડી દીધો હતો અને ત્યાંથી ચાલ્યા ગયા હતા.


સિંગર સોનુ નિગમ સાથે બનેલી આ ઘટનાને લઈને તેણે સોશિયલ મીડિયા (Sonu Nigam posts angry video) પર એક વીડિયો પોસ્ટ કરીને રાજકારણીઓને શો કે કોન્સર્ટમાં ન આવવાનું કહ્યું છે. સિંગરે તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શૅર કર્યો છે જેમાં તે કલાકારો અને કલાકારોનું અપમાન કરવા બદલ રાજકારણીઓ પર કટાક્ષ કરતો જોવા મળી રહ્યો છે. સોનુએ કહ્યું "જ્યારે હું પર્ફોર્મ કરી રહ્યો હતો, ત્યારે મેં જોયું કે સીએમ અને અન્ય મહાનુભાવો ઉભા થઈ ગયા અને શો અધવચ્ચે છોડી દીધો. તેમને જતા જોઈને, વિશ્વના વિવિધ ભાગોમાંથી આવેલા અન્ય પ્રતિનિધિઓ પણ બહાર નીકળી ગયા હતા. વિદેશના લોકો ભારતીયોની કેવી રીતે પ્રશંસા કરશે? કલાકારો જો આપણા પોતાના લોકો તે ન કરે તો?" એવો પ્રશ્ન પણ સોનુએ કર્યો.



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mid-Day Gujarati (@middaygujarati)


સોનુએ આગળ કહ્યું, "હું બધા રાજકારણીઓને (Sonu Nigam posts angry video) વિનંતી કરું છું કે જો તમે કોઈ શો અધવચ્ચે જ છોડવા માગતા હો, તો પહેલા તેમાં હાજરી આપશો નહીં, અથવા કોન્સર્ટ શરૂ થાય તે પહેલાં છોડી દો. એકાએક છોડી દેવું તે ખૂબ જ અપમાનજનક છે. કલાકાર યે સરસ્વતી કા અપમાન હૈ." સોનુએ ઉમેર્યું હતું કે આ ઘટના તેમના ધ્યાન પર અન્ય લોકો દ્વારા લાવવામાં આવી હતી જેમણે તેમની કોન્સર્ટનો આનંદ માણ્યો હતો અને તેમને મૅસેજ  મોકલ્યો હતો કે જ્યાં તેમનું સન્માન ન હોય તેવા રાજકારણીઓ માટે પ્રદર્શન ન કરવું જોઈએ. "હું જાણું છું કે તમે બધા વ્યસ્ત છો, તમારી પાસે ઘણું કામ છે અને તમારે આવા શોમાં હાજરી આપીને તમારો સમય બગાડવો જોઈએ નહીં, તેથી કૃપા કરીને પ્રદર્શન શરૂ થાય તે પહેલાં છોડી દો," તેણે અંતમાં કહ્યું.


સોનુએ શૅર કરેલા વીડિયોને નેટીઝન્સ અને અન્ય કલાકારોએ પણ સમર્થન આપ્યું અને આ મુદ્દાને ઉઠાવવા બદલ તેની પ્રશંસા કરી હતી. એક યુઝરે લખ્યું, "ફક્ત તમારી પાસે આવી સંવેદનશીલ બાબતો પર બોલવાની હિંમત છે," જ્યારે બીજાએ કહ્યું, "એક અને એકમાત્ર જે સ્ટેન્ડ લઈ શકે છે." વર્ક ફ્રન્ટ પર, સોનુએ તાજેતરમાં કાર્તિક આર્યનની બ્લૉકકબસ્ટર ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 3’ (Sonu Nigam posts angry video) માં ‘મેરે ઢોલ’નામાં પોતાના પર્ફોર્મન્સથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

Whatsapp-channel Whatsapp-channel

10 December, 2024 03:00 PM IST | Jaipur | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK