Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > તમારી ગાડી રોકીને પેન્ડિંગ ટ્રાફિક-ફાઇન જબરદસ્તી નહીં ઉઘરાવી શકે પોલીસ

તમારી ગાડી રોકીને પેન્ડિંગ ટ્રાફિક-ફાઇન જબરદસ્તી નહીં ઉઘરાવી શકે પોલીસ

Published : 13 March, 2026 11:58 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વાહન જપ્ત કરવાની ધમકી આપે તો પણ ગભરાવા જેવું નથી, એ કોર્ટના આદેશ દ્વારા જ થઈ શકે છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


રસ્તા પર જ વાહનચાલકોને રોકીને તેમની પાસેથી પહેલાંના ઈ-ચલાનના ફાઇન વસૂલવા ટ્રાફિક ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ દ્વારા કરાતા દબાણ અને જો એ ફાઇન ન ભર્યો તો દસ્તાવેજો કે પછી વાહન જપ્ત કરવાની અપાતી ધમકીઓને પગલે ટ્રાન્સપોર્ટ અસોસિએશને કરેલી રજૂઆતને લીધે ઍડિશનલ ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ (સ્ટેટ ટ્રાફિક) પ્રવીણ સાળુંખેએ મહારાષ્ટ્રના તમામ ટ્રાફિક-યુનિટ્સને એક સર્ક્યુલર ઇશ્યુ કરીને નિર્દેશ આપ્યો છે કે તેઓ રસ્તાઓ પર બાકી રહેલા ઈ-ચલાન ચૂકવવા માટે મોટરિસ્ટોને દબાણ ન કરે અથવા ગેરકાયદે ચુકવણી માટે તેમને ધમકાવે નહીં. સર્ક્યુલર મુજબ બાકી દંડ મોટરચાલક દ્વારા સ્વેચ્છાએ ચૂકવવામાં આવે તો જ સ્વીકારવામાં આવશે. એમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વાહનો કોર્ટના આદેશથી જ જપ્ત કરી શકાય છે.
સર્ક્યુલરમાં કહેવામાં આવ્યું છે કે બાકી દંડ વસૂલવા અને વાહનો જપ્ત કરવા માટે એક સ્ટૅન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર ઇશ્યુ કરવામાં આવી છે અને તમામ ટ્રાફિક-યુનિટોએ એનું પાલન કરવું જોઈએ. ટ્રાફિક પોલીસ કર્મચારીઓને વાહનચાલકો સાથે નમ્ર વર્તન કરવાની સૂચના આપવામાં આવી હતી.

સ્કૂલ-બસોને રાહત



એક અલગ સર્ક્યુલરમાં ટ્રાફિક વિભાગે તમામ એકમોને સૂચના આપી છે કે જ્યાંથી અધિકૃત સ્કૂલ-બસો બાળકોને ઉપાડે છે અથવા છોડે છે ત્યાં તેમને નો-પાર્કિંગ ચલાન ફટકારવામાં ન આવે. જોકે તેમણે કહ્યું હતું કે શાળાનાં બાળકોને લઈ જતાં અનધિકૃત વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.


નૅશનલ પરમિટની પૅસેન્જર-બસને પણ રાહત

સર્ક્યુલરમાં ટ્રાફિક-યુનિટ્સને એ પણ સૂચના આપવામાં આવી હતી કે નૅશનલ પરમિટ ધરાવતી પૅસેન્જર-બસોને મુસાફરો બસમાં ચડે કે ઊતરે એ સમય માટે નો-પાર્કિંગ ચલાન જારી ન કરવાં જોઈએ. 


Whatsapp-channel Whatsapp-channel

13 March, 2026 11:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK