Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > આજની રૅસિપી : પાણીપૂરી ચૉકલેટ

આજની રૅસિપી : પાણીપૂરી ચૉકલેટ

Published : 13 March, 2026 12:04 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પછી એને લગભગ પંદર મિનિટ માટે ફ્રિજમાં મૂકી સેટ થવા દેવું. પછી તૈયાર થયેલી પાણીપૂરી ચૉકલેટ ખાવામાં ઉપયોગમાં લેવી.

પાણીપૂરી ચૉકલેટ

આજની રૅસિપી

પાણીપૂરી ચૉકલેટ


સામગ્રી: પાણીપૂરીની પૂરી દસ નંગ, મિલ્કમેઇડ લગભગ ૫૦ ml, કોપરાનું ખમણ ૧૦૦ ગ્રામ, ડાર્ક ચૉકલેટ સ્લૅબ ૧૦૦ ગ્રામ

રીત: કોપરાના તૈયાર કરેલા ખમણમાં મિલ્કમેઇડ નાખી લોટ બાંધી ગોળા વાળો. એમાં ઑપ્શનલ તરીકે બદામ–પિસ્તાનો પાઉડર નાખી શકાય. પાણીપૂરીની પૂરીમાં નાનું કાણું પાડી એમાં આ ગોળા નાખવા. ચૉકલેટ સ્લૅબને ડબલ બૉઇલરથી પિગાળવો. પછી પાણીપૂરીની પૂરીને પિગાળેલી ચૉકલેટમાં રગદોળી કોટ કરવી. પછી એને લગભગ પંદર મિનિટ માટે ફ્રિજમાં મૂકી સેટ થવા દેવું. પછી તૈયાર થયેલી પાણીપૂરી ચૉકલેટ ખાવામાં ઉપયોગમાં લેવી.



-ચેતના ઠક્કર


Whatsapp-channel Whatsapp-channel

13 March, 2026 12:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK