ઘર આરામદાયક અને સુંદર રીતે ડિઝાઇન કરેલું છે. એની દીવાલો પર વિશ્વભરમાંથી લાવેલી કલાકૃતિઓ લગાવેલી છે
જાહ્નવીએ ચેન્નઈના ઘરની સુંદર ઝલક બતાવી
શ્રીદેવીનું ચેન્નઈ ખાતે આવેલું ઘર કપૂર પરિવાર માટે ખાસ છે. આ ઘર દિવંગત અભિનેત્રી શ્રીદેવીએ ખરીદેલી પહેલી પ્રૉપર્ટી હતી અને એટલે તેની ફેવરિટ હતી. હવે શ્રીદેવીનો પરિવાર ત્યાં રહે છે. શ્રીદેવીના પતિ બોની કપૂરે આ ઘરને પ્રેમથી નવું બનાવ્યું છે. આ ઘર જાહ્નવી અને ખુશી કપૂર માટે ખાસ છે, કારણ કે તેઓ અહીં આવીને પોતાની મમ્મી શ્રીદેવીને યાદ કરે છે. હાલમાં જ જાહ્નવીએ આ ઘરની ઝલક બતાવી.
જાહ્નવીએ ચેન્નઈના ઘરની સુંદર ઝલક બતાવી. તેણે ઘરના બાજુના દરવાજાથી શરૂઆત કરી. ઘર આરામદાયક અને સુંદર રીતે ડિઝાઇન કરેલું છે. એની દીવાલો પર વિશ્વભરમાંથી લાવેલી કલાકૃતિઓ લગાવેલી છે. આ ઘરની સજાવટ ખૂબ આકર્ષક છે. એના લિવિંગ એરિયામાં મોટા, આરામદાયક સોફા છે. જાહનવીએ પોતાના પપ્પા બોની કપૂરના પ્રાઇવેટ રૂમની ઝલક બતાવી, જેમાં તેમનું ફોટો કલેક્શન છે.
ADVERTISEMENT
આ ઘરની સફેદ દીવાલો પર સોનેરી સજાવટ છે. આ રૂમમાં ઘણી કલાકૃતિઓ છે જેમાં પ્રખ્યાત કલાકાર સુભાષ અવચટનાં પેઇન્ટિંગ અને શ્રીદેવીએ બાલીમાંથી લાવેલી સુંદર કલાકૃતિ છે. દીવાલો પર શ્રીદેવીની જાતે બનાવેલાં રંગબેરંગી પેઇન્ટિંગ્સ પણ છે જે તેની સર્જનાત્મકતા દર્શાવે છે. જાહ્નવીએ જણાવ્યું કે શ્રીદેવીના અવસાન બાદ ઘરમાં લીકેજ થયું હતું અને ઘર રિનોવેટ કરવામાં આવ્યું હતું.

