Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રામાયણ પછી હનુમાનજી પર સની દેઓલને લઈને આખી ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ

રામાયણ પછી હનુમાનજી પર સની દેઓલને લઈને આખી ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ

Published : 27 October, 2026 08:37 AM | Modified : 27 October, 2026 09:16 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘હનુમાનજી ‘રામાયણ’નાં સૌથી મહત્ત્વનાં પાત્રોમાંના એક છે. તેમની વાર્તામાં હજી ઘણું એવું છે જેને મુખ્ય ફિલ્મમાં દર્શાવવું મુશ્કેલ છે. ‘રામાયણ’ના બીજા ભાગનું કામ પૂરું થયા પછી હનુમાનજી પર આધારિત ફિલ્મનું શૂટિંગ શરૂ થશે. નિર્માતાઓ ઇચ્છે છે.

સની દેઓલ

સની દેઓલ


ફિલ્મમેકર નમિત મલ્હોત્રા ‘રામાયણ’ની વાર્તાને આગળ વધારવાની તૈયારી કરી રહ્યા છે. પાંચમી નવેમ્બરે ‘રામાયણ’ રિલીઝ થાય એ પહેલાં જ નિર્માતાઓ ભગવાન હનુમાન પર આધારિત અલગ ફિલ્મ બનાવવાની યોજના ઘડી રહ્યા છે અને મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મમાં સની દેઓલ લીડ રોલમાં જોવા મળી શકે છે.

‘રામાયણ’ના બીજા ભાગના શૂટિંગની સાથે જ આ સ્પિન-ઑફ ફિલ્મ પર પણ કામ શરૂ થઈ ગયું છે.



‘રામાયણ’ સાથે સંકળાયેલી વ્યક્તિએ માહિતી આપી છે કે ‘હનુમાનજી ‘રામાયણ’નાં સૌથી મહત્ત્વનાં પાત્રોમાંના એક છે. તેમની વાર્તામાં હજી ઘણું એવું છે જેને મુખ્ય ફિલ્મમાં દર્શાવવું મુશ્કેલ છે. ‘રામાયણ’ના બીજા ભાગનું કામ પૂરું થયા પછી હનુમાનજી પર આધારિત ફિલ્મનું શૂટિંગ શરૂ થશે. નિર્માતાઓ ઇચ્છે છે કે દરેક ફિલ્મની પોતાની અલગ વાર્તા હોય, પણ તમામ ફિલ્મો એક જ કાલ્પનિક દુનિયા સાથે જોડાયેલી રહે. હનુમાનજીનું પાત્ર એટલું પ્રભાવશાળી છે કે તેમના પર અલગથી સંપૂર્ણ ફિલ્મ બનાવી શકાય છે. આવી સ્થિતિમાં નિર્માતાઓ પાસે આ ફ્રૅન્ચાઇઝીની આગામી ફિલ્મની વાર્તા તૈયાર કરવા માટે પૂરતો સમય છે.’


જોકે હનુમાનજી પર આધારિત આ ફિલ્મનું શૂટિંગ ક્યારે શરૂ થશે અને એમાં કયા કલાકારો જોવા મળશે એ વિશે નિર્માતાઓએ હજી સુધી કોઈ સત્તાવાર માહિતી આપી નથી.


Whatsapp-channel Whatsapp-channel

27 October, 2026 09:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK