Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બટવારા 1947ના પ્રમોશન માટે આખા દેશનાં ૧૨ શહેરોમાં પહોંચશે ફિલ્મની ટીમ

બટવારા 1947ના પ્રમોશન માટે આખા દેશનાં ૧૨ શહેરોમાં પહોંચશે ફિલ્મની ટીમ

Published : 20 July, 2026 01:31 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સની દેઓલ હવે ‘બટવારા 1947’માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મના નિર્માતાઓ હવે ‘બટવારા 1947’ માટે અત્યાર સુધીનું સૌથી મોટું પ્રમોશનલ અભિયાન શરૂ કરવા જઈ રહ્યા છે.  ‘બટવારા 1947’ના પ્રમોશન માટે સમગ્ર ટીમ દેશનાં ૧૨ મોટાં શહેરોની મુલાકાત લેશે.

`બટવારા 1947` ફિલ્મનું પોસ્ટર

`બટવારા 1947` ફિલ્મનું પોસ્ટર


સની દેઓલ હવે ‘બટવારા 1947’માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં સનીનો દીકરો કરણ પણ મહત્ત્વની ભૂમિકામાં છે. ફિલ્મનું ટીઝર તાજેતરમાં જ રિલીઝ થયું છે જેને દર્શકોએ બહુ પસંદ કર્યું છે. આ ફિલ્મ ૧૪ ઑગસ્ટે રિલીઝ થવાની છે ત્યારે ફિલ્મના નિર્માતાઓ હવે ‘બટવારા 1947’ માટે અત્યાર સુધીનું સૌથી મોટું પ્રમોશનલ અભિયાન શરૂ કરવા જઈ રહ્યા છે.  ‘બટવારા 1947’ના પ્રમોશન માટે સમગ્ર ટીમ દેશનાં ૧૨ મોટાં શહેરોની મુલાકાત લેશે. ખાસ વાત એ છે કે ભારતીય સિનેમાના ઇતિહાસમાં પહેલી વાર કોઈ એક ફિલ્મના પ્રમોશન માટે આટલા મોટા પાયે ૧૨ શહેરોમાં પ્રમોશનલ ટૂર યોજવામાં આવી રહી છે. ‘બટવારા 1947’માં સની દેઓલ, શબાના આઝમી, પ્રીતિ ઝિન્ટા, કરણ દેઓલ, અલી ફઝલ અને અભિમન્યુ સિંહ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. આમિર ખાન પ્રોડક્શન્સના બૅનર હેઠળ બનેલી આ ફિલ્મનું નિર્દેશન રાજકુમાર સંતોષીએ કર્યું છે. ફિલ્મનું સંગીત એ. આર. રહમાને આપ્યું છે, જ્યારે ગીતો જાવેદ અખ્તરે લખ્યાં છે.

બટવારા 1947 પહેલાં રીરિલીઝ થશે દામિની, ઘાતક અને ઘાયલ



સની દેઓલની ‘બટવારા 1947’ ૧૪ ઑગસ્ટે રિલીઝ થવાની છે પણ એની પહેલાં તેની ત્રણ સુપરહિટ ફિલ્મો ‘દામિની’, ‘ઘાતક’ અને ‘ઘાયલ’ ફરી મોટા પડદા પર રજૂ કરવામાં આવશે. PVR INOXએ સની દેઓલ અને રાજકુમાર સંતોષીની લોકપ્રિય જોડીને ફરી યાદગાર બનાવવાનો નિર્ણય લીધો છે. તેમના સહયોગથી બનેલી ત્રણ સુપરહિટ ફિલ્મો ‘દામિની’, ‘ઘાતક’ અને ‘ઘાયલ’ ફરી મોટા પડદા પર રજૂ કરવામાં આવશે.
આ વિશેષ આયોજન ત્રણ અઠવાડિયાં સુધી ચાલશે. એની શરૂઆત ૨૪ જુલાઈથી ‘દામિની’ સાથે થશે. ત્યાર બાદ ૩૧ જુલાઈએ ‘ઘાતક’ રીરિલીઝ થશે અને ૭ ઑગસ્ટે ‘ઘાયલ’ ફરી સિનેમાઘરોમાં રજૂ કરવામાં આવશે. આ ખાસ ઉજવણીનું સમાપન ‘ઘાયલ’ની રીરિલીઝ સાથે થશે. આ પછી ૧૪ ઑગસ્ટે સની અને રાજકુમાર સંતોષીની લેટેસ્ટ ફિલ્મ ‘બટવારા 1947’ રિલીઝ થશે.


Whatsapp-channel Whatsapp-channel

20 July, 2026 01:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK