માહિમ નેચર પાર્કની સામે સ્થિત હાલના BEST ડેપોમાં આશરે 290 બસોની ક્ષમતા છે. હાલમાં આ સ્થળ પરથી લગભગ 120 બસો દોડે છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, પુનર્વિકાસ કાર્ય દરમિયાન કામચલાઉ ડેપોમાંથી બસ સેવાઓ કોઈપણ વિક્ષેપ વિના ચાલુ રહેશે તેવી આશા છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર (સૌજન્ય: મિડ-ડે)
મુંબઈમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) એ ગુરુવારે ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ (DRP) ના પ્લાન હેઠળ ધારાવીમાં BEST બસ ડેપોની માલિકીની જમીનના ટ્રાન્સફરને મંજૂરી આપી છે. આ નિર્ણયને લીધે 11.58 એકરમાં ફેલાયેલા હાલના ધારાવી ડેપોના પુનર્વિકાસ માટે માર્ગ ખુલ્લો થઈ ગયો છે. અહીંની કુલ જમીનમાંથી, 2.35 એકર BEST ની માલિકીની છે, જ્યારે બાકીની જમીન જિલ્લા કલેક્ટરના અધિકારક્ષેત્રમાં આવે છે. પ્રોજેક્ટના સ્પેશિયલ પર્પઝ વ્હીકલ (SPV), "ANDPL" (અગાઉ NMDPL) ને પુનર્વિકાસ માટે જમીન સોંપવામાં આવે તે પહેલાં, સમગ્ર પ્લોટ મહારાષ્ટ્ર સરકારના DRP અને સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી (SRA) ને ટ્રાન્સફર કરવામાં આવશે.
બાંધકામ દરમિયાન BEST સેવાઓ નિયમિતપણે ચાલુ રહેશે
ADVERTISEMENT
માહિમ નેચર પાર્કની સામે સ્થિત હાલના BEST ડેપોમાં આશરે 290 બસોની ક્ષમતા છે. હાલમાં આ સ્થળ પરથી લગભગ 120 બસો દોડે છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, પુનર્વિકાસના કામ દરમિયાન કામચલાઉ ડેપોમાંથી બસ સેવાઓ કોઈપણ વિક્ષેપ વિના ચાલુ રહેશે તેવી આશા છે. પ્રોજેક્ટ સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે, "પુનઃવિકાસ પ્રોજેક્ટમાં ધારાવીમાં બે નવા બહુમાળી બસ ડેપો બનાવવાનો સમાવેશ થાય છે. એક ડેપો સાયન રેલવે સ્ટેશન નજીક અને બીજો ટાટા પાવર રીસીવિંગ સ્ટેશન નજીક બનાવવામાં આવશે. એકસાથે, બન્ને ડેપો લગભગ 420 બસોને સમાવી શકશે, જે બેસ્ટની કાર્યકારી ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરશે."
ઇલેક્ટ્રિક બસો માટે આધુનિક હબ બનશે
એસપીવી નવા ડેપો માટે સમગ્ર માળખાકીય સુવિધા વિકસાવશે, જેમાં પ્રશાસકીય ઇમારતો, ઇલેક્ટ્રિક બસ ચાર્જિંગ સ્ટેશન અને અન્ય કાર્યકારી માળખાનો સમાવેશ થાય છે. વધુમાં, એસપીવી `ડિફેક્ટ લાયેબિલિટી પીરિયડ` હેઠળ બાંધકામ પૂર્ણ થયા પછી પાંચ વર્ષ સુધી બન્ને ડેપોની જાળવણીનું કામ પણ કરશે. આ જાળવણીમાં સિવિલ વર્ક્સ, યુટિલિટી સેવાઓ અને અન્ય આવશ્યક માળખાકીય સુવિધાઓનો સમાવેશ થશે. બન્ને નવા ડેપોને બેસ્ટની ઇલેક્ટ્રિક બસો માટે મુખ્ય કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવશે. બેસ્ટ તેના કાફલામાં ઇલેક્ટ્રિક બસોની સંખ્યામાં સતત વધારો કરી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે આ પગલું આયાતી ઇંધણ પરની નિર્ભરતા ઘટાડવા અને દેશને વધુ પર્યાવરણને અનુકૂળ બનાવવાના વડા પ્રધાનના વિઝન સાથે સુસંગત છે. નવી સુવિધાઓને લીધે ઉપલબ્ધ જગ્યાનો વધુ સારો ઉપયોગ થાય તેવું કામ કરશે, બસ સંચાલનમાં સુધારો કરવામાં આવશે અને સંચાલનનો ખર્ચ પણ ઘટશે, જેનાથી BESTની સેવા ક્ષમતા અને કાર્યક્ષમતા મજબૂત થશે તેવી અપેક્ષા છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, "જમીન મહારાષ્ટ્ર સરકારના DRP અને SRA પાસે રહેશે. ટેન્ડરની શરતો મુજબ, SPV એ DRP અને SRA ને લાગુ `રેડી રેકનર રેટ`ના 25 ટકા જેટલું જમીન પ્રીમિયમ ચૂકવવાનું રહેશે."
