Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સની દેઓલ, જૅકી શ્રોફ, સંજય દત્ત અને મિથુન ચક્રવર્તી મલ્ટિસ્ટારર બાપ હવે OTT પર આવશે એવો મેકર્સે કર્યો ખુલાસો

સની દેઓલ, જૅકી શ્રોફ, સંજય દત્ત અને મિથુન ચક્રવર્તી મલ્ટિસ્ટારર બાપ હવે OTT પર આવશે એવો મેકર્સે કર્યો ખુલાસો

Published : 28 August, 2026 12:53 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સની દેઓલની ‘બટવારા 1947’ બાદ તેની આગામી મલ્ટિસ્ટારર ઍક્શન ફિલ્મ ‘બાપ’ને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. સની દેઓલ, જૅકી શ્રોફ, સંજય દત્ત અને મિથુન ચક્રવર્તીની આ ફિલ્મ ZEE5 પર જોવા મળશે.

સની દેઓલ, જૅકી શ્રોફ, સંજય દત્ત અને મિથુન ચક્રવર્તી મલ્ટિસ્ટારર બાપ હવે OTT પર આવશે એવો મેકર્સે કર્યો ખુલાસો

સની દેઓલ, જૅકી શ્રોફ, સંજય દત્ત અને મિથુન ચક્રવર્તી મલ્ટિસ્ટારર બાપ હવે OTT પર આવશે એવો મેકર્સે કર્યો ખુલાસો


સની દેઓલની લેટેસ્ટ ‘બટવારા 1947’ બૉક્સ-ઑફિસ પર અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શકી નથી. ફિલ્મ પાસેથી સારા બિઝનેસની આશા હતી પણ એ ખાસ સફળ નથી થઈ. હવે સનીની આગામી ફિલ્મ ‘બાપ’ વિશે મહત્ત્વનું અપડેટ સામે આવ્યું છે. ‘બાપ’ એક મલ્ટિસ્ટારર ઍક્શન ફિલ્મ છે જેમાં સની સાથે જૅકી શ્રોફ, સંજય દત્ત અને મિથુન ચક્રવર્તી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ સ્ટાર્સના ફૅન્સ લાંબા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા પણ મેકર્સે ખુલાસો કર્યો છે કે એને OTT પ્લૅટફૉર્મ પર દર્શાવવામાં આવશે. 
હાલમાં ઝી5એ એક વિડિયો શૅર કર્યો હતો જેમાં આવનારા સમયમાં પ્લૅટફૉર્મ પર રિલીઝ થનારી ફિલ્મોની ઝલક બતાવવામાં આવી હતી. આ ફિલ્મમાં ‘બાપ’નું નામ પણ સામેલ છે. જોકે હજી સુધી એ સ્પષ્ટ થયું નથી કે ફિલ્મ સીધી OTT પર રિલીઝ થશે કે પછી થિયેટરમાં રિલીઝ થયા બાદ ઝી5 પર સ્ટ્રીમ થશે. 


Whatsapp-channel Whatsapp-channel

28 August, 2026 12:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK