Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સુસ્મિતા સેને સોશ્યલ મીડિયાથી બ્રેક લેવાના કારણનો કર્યો ખુલાસો

સુસ્મિતા સેને સોશ્યલ મીડિયાથી બ્રેક લેવાના કારણનો કર્યો ખુલાસો

Published : 28 August, 2026 01:13 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સુસ્મિતા સેને સોશ્યલ મીડિયાથી બ્રેક લેવાનું કારણ જણાવ્યું છે. તેણે કહ્યું કે મનની શાંતિ અને સર્જનાત્મકતા માટે થોડો સમય ઇન્ટરનેટ અને ઘોંઘાટથી દૂર રહીને પોતાની સાથે સમય પસાર કરવો જરૂરી છે.

સુસ્મિતા સેન

સુસ્મિતા સેન


સુસ્મિતા સેન છેલ્લા ઘણા સમયથી સોશ્યલ મીડિયા પર ખાસ સક્રિય નહોતી. હવે તેણે ઇન્સ્ટાગ્રામ લાઇવ દરમ્યાન આ પાછળનું કારણ જણાવતાં કહ્યું કે દરેક કલાકારને ક્યારેક ચાહકો અને કામથી દૂર રહીને પોતાના માટે પણ સમય કાઢવાની જરૂર હોય છે.
સોશ્યલ મીડિયાથી બ્રેક લેવાનું કારણ જણાવતાં સુસ્મિતાએ કહ્યું હતું કે ‘જીવનમાં આગળ વધવા અને સારું કામ કરવા માટે મનની શાંતિ ખૂબ જરૂરી છે. આ કારણથી હું થોડા સમય માટે ઇન્ટરનેટ અને આસપાસના ઘોંઘાટથી દૂર રહી હતી. મને લાગ્યું કે હવે પોતાને ડિજિટલ ડિટૉક્સ કરવાનો સમય આવી ગયો છે. હું ક્યાંય ગાયબ નથી થતી, ફક્ત મારા ઝોનમાં જાઉં છું અને પછી વધુ સારી બનીને પાછી આવું છું. શાંત વાતાવરણમાં રહેવું અને પોતાની સાથે સમય પસાર કરવો સર્જનાત્મક જીવન માટે ખૂબ મહત્ત્વનું છે.’


Whatsapp-channel Whatsapp-channel

28 August, 2026 01:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK