Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બૉલીવુડમાં મોટા ભાગે હીરો જ નક્કી કરે છે કે તેની ફિલ્મમાં હિરોઇન કોણ હશે : તાપસી

બૉલીવુડમાં મોટા ભાગે હીરો જ નક્કી કરે છે કે તેની ફિલ્મમાં હિરોઇન કોણ હશે : તાપસી

Published : 30 March, 2026 10:20 AM | Modified : 30 March, 2026 10:21 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હાલમાં તાપસીએ બૉલીવુડની કાસ્ટિંગ-પ્રક્રિયા વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે

તાપસી પન્નુની ફાઇલ તસવીર

તાપસી પન્નુની ફાઇલ તસવીર


તાપસી પન્નુની ગણતરી નીડર અને સ્પષ્ટવક્તા ઍક્ટ્રેસ તરીકે થાય છે. હાલમાં તાપસીએ બૉલીવુડની કાસ્ટિંગ-પ્રક્રિયા વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જ્યારે તાપસીને પૂછવામાં આવ્યું કે શું ક્યારેય સ્પષ્ટવક્તા હોવાને કારણે તેને કોઈ ફિલ્મમાંથી બહાર કરવામાં આવી છે? ત્યારે તેણે જણાવ્યું હતું કે ‘સાચું કહું તો મને સીધી રીતે ક્યારેય કંઈ કહેવામાં આવ્યું નથી. જોકે હિન્દી ફિલ્મોમાં ઘણી વખત ફિલ્મની હિરોઇનની પસંદગી હીરોના હાથમાં હોય છે. મને લાગે છે કે મોટા ભાગે હીરો જ નક્કી કરે છે કે તેની ફિલ્મમાં હિરોઇન કોણ હશે. જોકે આવું ત્યારે જ થાય છે જ્યારે ડિરેક્ટર કોઈ પ્રભાવશાળી વ્યક્તિ નથી હોતી, કારણ કે કેટલાક ડિરેક્ટર પોતે પણ સ્ટાર હોય છે.’

તાપસીએ શાહરુખની ફિલ્મ ‘ડંકી’માં તેની પસંદગી વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘મારી વાત કરું તો ‘ડંકી’માં મને કાસ્ટ કરવાનો નિર્ણય ડિરેક્ટર રાજકુમાર હીરાણીનો હતો. ઘણા લોકો માટે મારી પસંદગી આશ્ચર્યજનક હતી, કારણ કે હું એ પ્રકારની ફિલ્મો અથવા શાહરુખ સરની રેગ્યુલર ઑનસ્ક્રીન જોડીનો ભાગ નહોતી, પરંતુ ડિરેક્ટરને મારી પસંદગી વિશે સંપૂર્ણ વિશ્વાસ હતો.’


Whatsapp-channel Whatsapp-channel

30 March, 2026 10:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK