દસ્તાવેજો મુજબ આ ફ્લૅટ વર્સોવામાં ગોદરેજ સ્કાયશોર બિલ્ડિંગમાં ખરીદ્યો હતો
તબુ
હાલમાં તબુએ મુંબઈના વર્સોવામાં ગોદરેજ પ્રૉપર્ટીઝ પાસેથી ૧૦ કરોડ રૂપિયામાં ૨૧૫૩ સ્ક્વેર ફુટનો ફ્લૅટ ખરીદ્યો છે જેમાં અંદાજે ૧૨૭ સ્ક્વેર ફુટની બાલ્કની સામેલ છે. દસ્તાવેજો મુજબ આ ફ્લૅટ વર્સોવામાં ગોદરેજ સ્કાયશોર બિલ્ડિંગમાં ખરીદ્યો હતો. આ ફ્લૅટ ૨૦૨૬ની ૨૬ માર્ચે રજિસ્ટર કરવામાં આવ્યો હતો જેના માટે ૫.૨૪ લાખ રૂપિયા સ્ટૅમ્પ-ડ્યુટી અને ૩૦,૦૦૦ રૂપિયા રજિસ્ટ્રેશન-ફી ચૂકવવામાં આવી હતી. દસ્તાવેજમાંથી જાણવા મળે છે કે તબુએ આ ફ્લૅટ સાથે બે કાર પાર્કિંગ સ્લૉટ પણ ખરીદ્યા છે.
