Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > તમન્નાએ લંડનમાં Ragini 3નું શૂટિંગ શરૂ કર્યું, સેટ પરથી ફર્સ્ટ લૂક કર્યો શૅર

તમન્નાએ લંડનમાં Ragini 3નું શૂટિંગ શરૂ કર્યું, સેટ પરથી ફર્સ્ટ લૂક કર્યો શૅર

Published : 16 July, 2026 01:12 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Ragini 3: તમન્ના ભાટિયા અભિનીત આ ફિલ્મનું શૂટિંગ લંડનમાં શરૂ કરવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મ ૨૦૨૭માં સિનેમાઘરોમાં રિલીઝ થશે.

તમન્નાએ ફિલ્મના સેટ પરથી શૅર કરેલી ઝલક

તમન્નાએ ફિલ્મના સેટ પરથી શૅર કરેલી ઝલક


ફિલ્મ રાગિની 3 (Ragini 3)ને લઈને મહત્વના અપડેટ સામે આવી છે. બાલાજી મોશન પિક્ચર્સે તેની આગામી ડેટ નાઇટ હોરર એન્ટરટેનર ફિલ્મ `રાગિની 3`નું શૂટિંગ શરૂ કરી દીધું છે. તમન્ના ભાટિયા અભિનીત આ ફિલ્મનું શૂટિંગ લંડનમાં શરૂ કરવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મ ૨૦૨૭માં સિનેમાઘરોમાં રિલીઝ થશે.

ફ્રેન્ચાઇઝીને નવી જ દિશામાં લઇ જશે ફિલ્મ



શશાંક ઘોષના દિગ્દર્શનમાં બની રહેલી ફિલ્મ `રાગિની 3` (Ragini 3) લોકપ્રિય ભારતીય હોરર ફ્રેન્ચાઇઝીને એક નવી જ અને રોમાંચક દિશામાં લઇ જશે. હોરર, રોમૅન્સ અને અનેક અણધાર્યા વળાંકોનું અનોખું મિશ્રણ આ ફિલ્મને એક નવી ઓળખ આપશે, સાથે જ ફ્રેન્ચાઇઝીની ઓળખ બનેલો સસ્પેન્સ અને થ્રિલ પણ જાળવી રાખશે.


આ ફિલ્મે (Ragini 3) શરૂઆતથી જ સૌનું ધ્યાન ખેંચ્યું છે, મીડિયા અહેવાલો અનુસાર પહેલા લીડ રોલ માટે નોરા ફતેહીનો વિચાર કરવામાં આવ્યો હતો. પણ તે લોસ એન્જલસમાં આંતરરાષ્ટ્રીય શૂટિંગ અને સમયની પ્રતિકૂળતાઓને કારણે સપ્ટેમ્બર ૨૦૨૫માં જ આ પ્રોજેક્ટમાંથી બહાર થઈ ગઈ હતી. આ વર્ષની શરૂઆતમાં એવી ખબર મળી હતી કે દિગ્દર્શક સાહિર રઝાએ ટાઈમટેબલની તકરારને કારણે દિગ્દર્શનથી દૂર રહ્યા બાદ ફિલ્મને અટકાવી હતી. ત્યારબાદ તરત જ નિર્માતાઓએ સત્તાવાર રીતે તમન્ના ભાટિયા અને જુનૈદ ખાનની મુખ્ય જોડી સાથે આ પ્રોજેક્ટનું અનાવરણ કર્યું હતું.

ફિલ્મ માટે કેમ તમન્ના જ રહી ચોઈસ?


તમન્ના ભાટિયાએ ફિલ્મ (Ragini 3)ના પહેલા શેડ્યૂલનું શૂટિંગ હાલ લંડનમાં આરંભી દીધું છે. આમ તો તમન્ના કમર્શિયલ ફિલ્મોમાં મજબૂત પાત્રો વચ્ચે સરળતાથી સંતુલન જાળવે છે, હવે એક્ટ્રેસનું પાત્ર એક અલગ જ મિજાજમાં આવી રહ્યું છે, જે રહસ્યમયી પણ છે અને કંઇક નવું જ લાવી રહ્યું છે. આ ફિલ્મ માટે તમન્ના એ નિર્માતાઓની ફર્સ્ટ અને એકમાત્ર પસંદગી હતી. કારણ કે તેઓના માઇન્ડમાં ક્લિયર જ હતું કે આ એક્ટ્રેસ હોરર, રોમૅન્સ અને હાસ્યના આ અનોખા મિશ્રણને પડદા પર બખૂબી નિભાવી શકશે.

ફિલ્મ વિશે જાણવા જેવું

`રાગિની 3` (Ragini 3) એ રાગિની એમ. એમ. એસ. ફ્રેન્ચાઇઝીનો ત્રીજો પાર્ટ છે. જેનો પ્રથમ ભાગ ૨૦૧૧માં રીલીઝ થયો હતો. પ્યોર રોમાંચક તરફ જવાને બદલે આ વખતે ફિલ્મમાં રહસ્યનો ઘટસ્ફોટ અને હાસ્યનું ઉમેરણ થવાનું છે. આ જ કારણોસર તેમાં હવે હળવાશ પ્લસ હોરરનું તત્વ ઉમેરાશે. આ ફિલ્મમાં જુનૈદ ખાન, આયુષ શર્મા અને નરગીસ ફખરી પણ જોવા મળવાની છે.

એકતા કપૂરની બાલાજી મોશન પિક્ચર્સ, જે બાલાજી ટેલિફિલ્મ્સ લિમિટેડનો એક વિભાગ છે, તેના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મનું શૂટિંગ હાલમાં લંડનમાં ચાલી રહ્યું છે. ફિલ્મની બાકીની સ્ટારકાસ્ટ અને વાર્તા અંગેની વધુ માહિતી આગામી મહિનાઓમાં જાહેર કરવામાં આવશે.

Whatsapp-channel Whatsapp-channel

16 July, 2026 01:12 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK